અમદાવાદ સિવિલમાં તબીબી હડતાલને કારણે 100 ઓપરેશન રદ્

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય દિવસથી રેસીડેન્ટ તબીબો હડતાલ પર બેઠા છે. પરિણામે દાખલ દર્દીઓ ભારે હાડમારીમાં મુકાઇ ગયા છે. હવે આરોગ્ય વિભાગે લાલઆંખ કરવાનું નક્કી કર્યું હોય તેમ તબીબો સામે કડક પગલા લેવાનો સંકેત આપ્યો છે. પીજે ડાયરેક્ટર દ્વારા તબીબોને આંદોલન સમેટી લેવા નોટીસ ફટકારવામાં આવી છે. દરમ્યાન તબીબોએ આજે પણ આંદોલન ચાલુ રાખ્યું છે અને હડતાલ યથાવત રાખી છે.

Visit Saurashtra Kranti Homepage here

સરકારે આપેલી કાર્યવાહીની ચેતવણી વચ્ચે તબીબોએ આજે સિવિલમાં હવન કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. સરકાર અધિકારીઓને સદ્દબુધ્ધિ આપે એટલે જુનિયર તબીબોએ આજે હડતાલના ત્રીજા દિવસે હવન કરવાનું જાહેર કર્યું છે. જુનિયર રેસીડેન્ટ તબીબોની હડતાલમાં વિદેશથી અભ્યાસ કરીને આવેલા તબીબો પણ જોડાયા છે.દરમ્યાન અમદાવાદ સિવિલમાં હડતાલને કારણે આરોગ્ય સેવાઓ ખોરંભે પડી ગઈ છે અને દર્દીઓ હેરાન- પરેશાન થઇ ઉઠ્યા છે. છેલ્લા બે દિવસમાં 100 ઓપરેશન રદ કરવા પડ્યા છે.

Read About Weather here

જેમનું ડાયાલીસીસ થાય છે એવા દર્દીઓને તો અત્યંત પીડાદાયક પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે અને એમની હાલત કફોડી બની છે. હવે હડતાલિયા તબીબો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. ડ્યુટી પર ન જોડાઈ એ તબીબો સામે આકરા પગલા લેવામાં આવશે. તેવી ચેતવણી આપવામાં આવી છે. રેસીડેન્સી રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે. તેવી પણ ચિમકી આપવામાં આવી છે. શિસ્તભંગના પગલા લેવા અને તાત્કાલિક કાર્યવાહી કરવા આરોગ્ય ખાતાએ પીજે ડાયરેક્ટરને આદેશ આપ્યો છે. તબીબોને આંદોલન પૂરું કરી ફરજ પર પાછા ફરવા નોટીસ આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here