રાજકોટના વેપારીનું કારીગરે કરી નાખ્યું: રૂા.24.46 લાખનું સોનું લઈ ‘ગુમ’

રાજકોટના વેપારીનું કારીગરે કરી નાખ્યું: રૂા.24.46 લાખનું સોનું લઈ ‘ગુમ’
રાજકોટના વેપારીનું કારીગરે કરી નાખ્યું: રૂા.24.46 લાખનું સોનું લઈ ‘ગુમ’
શહેરના કરણપરામાં રહેતા બંગાળી કારીગરે સોનાના દાગીના બનાવવા વેપારી પાસેથી કુલ કટકે કટકે કુલ 465.160 મિલી ગ્રામ રૂ.24.46 લાખનું સોનું લઈ દાગીના નહીં આપી છેતરપીંડી કર્યાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,કરણપરામાં રહેતા મૂળ બંગાળના વતની અલીપકુમાર નોબાકુમાર દેઇ (બંગાળી) (ઉ.વ.45)એ ફરિયાદમાં કેવડાવાડીના અને મૂળ પશ્ર્ચિમ બંગાળના ગરબેતાના બીજોય ગોપાલ માઇતિ નામના શખ્સ સામે છેતરપિંડી અંગેની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

અલીપકુમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરિવાર સાથે રહું છું અને કેનાલ રોડ પર શિવગંગા આભુષણ નામે પેઢી ધરાવી સોનીકામ કરૂ છું અને મારી આ શિવગંગા આભુષણ પેઢીમાં તેમજ હાથીખાના શેરી નં.7/15 કોર્નર ખાતે આવેલ શિવમ મકાનમાં એમ બન્ને જગ્યાએ મારા અલગ અલગ કારીગરો બેસી સોની કામની મજુરી કામ કરે છે.ત્રણેક મહિના પહેલા મારે ત્યાં અગાઉ કામ કરી ગયેલ બંગાળી કારીગર બીજોય ગોપાલભાઇ માઇતી મારી શિવગંગા આભુષણ પેઢીએ મારી પાસે આવેલ હતો અને મારી પાસે હાલમા કોઇ કામ ધંધો નથી મારે તમારે ત્યાં કામ કરવું છે.

તેમ વાત કરતા આ બંગાળી કારીગર મારી પાસે અગાઉ સોનીકામની મજુરી કામ કરી ગયેલ હોય અને મારે કારીગરની જરૂરત હોય જેથી મે તેને હા પાડી હતી અને આ બંગાળી કારીગર બીજોય ગોપાલભાઇ માઇતી કે જેણે અગાઉ મારૂ ઘરેણાં બનાવવાનું કામ કરેલ હોય જેથી મને તેના પર વિશ્ર્વાસ આવેલ હતો જેથી મે તેને તા.2/4 ના રોજ 319.600 મીલી ગ્રામ ફાઇન સોનું ઘરેણા બનાવવા માટે આપેલ હતુ.ત્યારબાદ ગત તા.8/4 ના રોજ 48.790 મીલી ગ્રામ તથા 16.290 મીલી ગ્રામ ફાઇન સોનું ઘરેણાં બનાવવા માટે આપેલ હતું. ત્યાર બાદ ગત તા.13/04 ના રોજ 12.610 મીલી ગ્રામ ફાઇન સોનું ધરેણા બનાવવા માટે આપેલ હતું. ત્યાર બાદ ગઇ તા.21/4ના રોજ 08.000 મીલીગ્રામ ફાઇન સોનું ઘરેણાં બનાવવા માટે આપેલ હતું.

Read About Weather here

ત્યાર બાદ ગત તા.23/04 ના રોજ 06.800 મીલી ગ્રામ ફાઇન સોનું ઘરેણાં બનાવવા માટે આપેલ હતું. ત્યાર બાદ ગઇ તા.27/04ના રોજ 181.700 મીલી ગ્રામ ફાઇન સોનું ઘરેણાં બનાવવા માટે આપેલ હતું. ત્યારબાદ ગઇ તા.03/05ના રોજ 23.850 મીલી ગ્રામ ફાઇન સોનું ઘરેણાં બનાવવા માટે આપેલ હતુ.આ રીતે ઉપરોકત જણાવેલ અલગ અલગ તારીખે મેં કુલ 617.640 મીલી ગ્રામ ફાઇન સોનું ગોપાલ માઇતીને આપેલ હતું. તેમાથી તેણે મને 152,480 મીલી ગ્રામ ફાઇન સોનાનું કામ કરી ઘરેણાં બનાવી પરત આપેલ હતું અને કુલ 465.160 મીલી ગ્રામ ફાઇન સોનું જે મેં તેને ઘરેણાં બનાવવા આપેલ હતું. તે કુલ 465.160 મીલી ગ્રામ ફાઇન સોનું તેણે મને ગઇ તા.15/05 ના રોજ ઘરેણાં બનાવી પરત આપવાનું કહેલ હતું.પરંતુ તે દિવસે રવિવાર હોય જેથી મે તેને ફોન કરેલ નહીં અને બીજે દિવસે એટલે કે ગત તા.16/05ના રોજ મે બીજોય ગોપાલ માઇતીને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. જેથી હું રૂબરૂ તેના ધરે જઇ તપાસ કરતા તે ધરે હાજર ન હતો અને મકાન માલીકના પુછતા તેણે મને જણાવેલ કે બીજોય ગોપાલ માઇતી તો ગઇકાલે રાત્રે મકાન ખાલી કરી જતાં રહેલ છે. જે મામલેએ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here