ફાળદંગ બેટી જૂથ યોજનાની મંજૂરીના નિર્ણયને આવકારતા ભૂપત બોદર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદરએ રાજ્યની ભાજપ સરકારના ફાળદંગ બેટી ડેમ આધારીત પીવાના પાણીની ફાળદંગ બેટી જૂથ યોજાનાને મંજૂરી આપવાનાના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ ગગનને આંબી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ભાજપ સરકારે જનહિતકારી નિર્ણય લીધા છે ત્યારે મચ્છુ જૂથ પાણી પુરવઠા યોજનાના રાજકોટ જિલ્લાના છેવાડાના ગામો ફાડદંગ, ડેરોઈ, ડમતિયા, ગોલીડા, બેડલા તથા રફાળા ગામ માટે નજીકમાં આવેલા ફાડદંગ બેટી ડેમ આધારીત જૂથ પાણી પુરવઠા યોજનાને મંજૂરી આપવાથી ગ્રામવાસીઓને પાણીની અછતની સમસ્યામાંથી ઘણી રાહત મળશે.

Read About Weather here

આ યોજના અંતર્ગત સિંચાઈ સિવાયનું 6 ગામ માટે પીવાનું પાણી અનામત રાખી જરૂરી યાંત્રિક મશીનરી સાથે મંજુર કરવાનો સરકારના નિર્ણયને લીધે ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી ગયી છે.સમગ્ર ગ્રામજનો વતી રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદરએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર પાટીલ, રાજ્યના સિંચાઇ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજકોટ જીલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here