તું મારા દીકરાને ગમતી નથી કહી છૂટાછેડા આપવા ધમકી આપી મહિલા તબીબને ત્રાસ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
શહેરના જામનગર રોડ પર રહેતા અને પાંચ વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કરનાર મહિલા તબીબને સાસરિયાઓએ ત્રાસ આપતા મહિલા તબીબ એકલા રહેવા લાગ્યા હતા, પરંતુ થોડા દિવસ પૂર્વે મહિલા તબીબને તેના ડોક્ટર સસરા અને સાસુએ મારકૂટ કરી ધમકી દેતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ઘંટેશ્ર્વરમાં નવી કોર્ટ બિલ્ડિંગ પાછળ આવેલા રત્નમ એલિગન્સ, અમી હાઇટ્સમાં રહેતા ડો.મીરા માવાની (ઉ.વ.33)એ મહિલા પોલીસ સ્ટેશનમાં તેના સસરા ડો.પ્રકાશ વ્રજલાલ માવાની અને સાસુ વર્ષા માવાની સામે ફરિયાદ નોંધાવી હતી.ડો.મીરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2016માં ડો.પ્રકાશ માવાનીના પુત્ર માધવ સાથે તેણે પ્રેમલગ્ન કર્યા હતા અને લગ્ન જીવન દરમિયાન સંતાન સુખ પ્રાપ્ત થયું નહોતું, લગ્ન બાદ જ પતિ તથા સાસુ સસરા કોઇને કોઇ મુદ્દે હેરાન કરતા હતા, દરમ્યાન સાસરિયાના ત્રાસથી કંટાળી ડો.મીરા તેના પિયરે રિસામણે બેઠા હતા અને જામનગર કોર્ટમાં તેમના વિરુદ્ધ કેસ પણ કર્યા હતા, જોકે બાદમાં પતિ સમાધાન કરીને સાથે રહેવા લઇ આવ્યા હતા, આમ છતાં ત્યારબાદ પણ સાસુ સસરા દ્વારા ત્રાસ આપવાનું ચાલુ રહેતા તેમની સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, અને કેટલાક સમયથી ડો.મીરા પરિવારથી એકલા રહે છે.

Read About Weather here

ગત તારિખ 3ના સાંજે ડો.મીરાબેનના સાસુ અને સસરા મહિલા તબીબના ઘરે ધસી ગયા હતા અને ડો.મીરાબેનને ગાળો ભાંડી હતી અને વર્ષાબેને હાથ પકડી ડો.મીરાનો હાથ મચકોડી નાખ્યો હતો અને મારકૂટ કરી હતી, સસરા ડો.પ્રકાશે પણ ગાળો ભાંડી હતી અને ધમકી આપી હતી કે, મારા દીકરાને બીજી મળી જશે, તું મારા દીકરાને ગમતી નથી, છૂટાછેડા આપી દેજે અને મકાન ખાલી કરીને જતી રહેજે નહિતર હાથ પગ ભાંગી નાખીશું. પોલીસે ડો.મીરાની ફરિયાદ પરથી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here