એ.સી.બી.ના ગુન્હામાં સંડોવાયેલ આરોપીનો જામીન ઉપર છૂટકારો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આ બનાવની વિગત એવી છે કે તા.30/5/2022 ના રોજ ફરીયાદી સંદીપ ભરતભાઈ રાણપરાએ પોતાનાં સબંધીને પાસપોર્ટ કઢાવવાના હોય જેને કાયદેસરનુ કામ કરી આપવાની અવેજ પેટે પોલીસ કમિશનર કચેરીમાં પાસપોર્ટ વિભાગમાં કામ કરતા પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુર શાંતિલાલ પેગ્યાતર તથા તેના માણસ ચંદ્રશેખર ગોવિંદરાવ કરંદીકર બંનેએ ભેગા મળી ફરીયાદી પાસે પ્રથમ રૂા. 4,000 ની ત્યારબાદ રૂ.20,000 ની માંગણી કરી રૂા.10,000 પોતાના અંગત લાભ સારૂ અયોગ્ય લાભ મેળવી

Visit Saurashtra Kranti Homepage here

મયુરભાઈએ પોતાના રાજયસેવકના હોદાનો દુરઉપયોગ કરી બંનેએ એક બીજાને મદદગારી કરી ગુનો કરેલ હોય જે મતલબની ફરિયાદ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં થતાં પોલીસે ગુનો નોધી બંને આરોપીઓની ધરપકડ કરી અને રીમાન્ડ પર મેળવેલ. ત્યારબાદ કોર્ટ હવાલે કરતાં આરોપી જેલ હવાલે થયેલ. આરોપી ચંદ્રશેખર ગોવિંદરાવ કરંદીકર રહે-કોપર ગ્રીન સીટી, શીતલ પાર્ક પાસે, 80 ફુટ રોડ, રાજકોટના રહીશે જામીન અરજી કરતા બચાવ પક્ષે એવી રજૂઆત કરેલ કે હાલના આરોપી કોઈ લાંચ લેતા પકડાયેલ

Read About Weather here

નથી. તેમજ હાલના આરોપી પાસપોર્ટ એજન્ટ હોય પાસપોર્ટનુ કામકાજ કરતા હોય અને હાલના આરોપીનો કોઈ ગુનાહીત ભુતકાળ ન હોય વડી અદાલતનાં ચુકાદાઓ ધ્યાને લેતાં જેલએ અપવાદ અને જામીન એ નિયમના સિધ્ધાત મુજબ હાલના આરોપીનો જામીન અરજી માટેનો પ્રથમ દર્શનીય સ્ટીંગ કેસ હોય તેમજ જયારે આરોપી જામીન મુકત થયે સક્ષમ અદાલત સમક્ષ જયારે નામદાર અદાલત ફરમાવે ત્યારે હાજર રહી શકે તેમ હોય જેથી તેને જામીન મુક્ત કરવા અરજ ગુજારેલ. આ કેસમાં આરોપી વતી એડવોકેટ અમીત એન. જનાણી, જીતેન્દ્રસિંહ પરમાર, ઈકબાલ થયમ રોકાયેલા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here