છત્તીસગઢના યુવકનું 18 વર્ષે પરિવાર સાથે મિલન

છત્તીસગઢના યુવકનું 18 વર્ષે પરિવાર સાથે મિલન
છત્તીસગઢના યુવકનું 18 વર્ષે પરિવાર સાથે મિલન
ઉપલેટામાં ડુમીયાણી ટોલ પ્લાઝા પાસે આવેલ સીયારામ હોટેલ કે જ્યાં આજથી અગિયાર વર્ષ પહેલા એક ભિક્ષુક અને માનસિક અસ્થિર જેવો દેખાતો એક વ્યક્તિ રખડતો આવી પહોંચ્યો હતો. આ સીયારામ હોટેલ ખાતે આવતા ભિક્ષુકો સાધુ તેમજ ફકીરોને વિનામૂલ્યે પેટભર જમાડવામાં આવે છે. જેથી હોટલ માલિક પ્રવિણભાઈ વસરાએ માનસિક અસ્થિર મગજના આ વ્યક્તિને પોતાને ત્યા રેહવા અને જમવાની વ્યસ્થા કરી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ વ્યક્તિને હોટલના સૌ કોઈ વ્યક્તિઓ રાજુ તરીકે બોલાવતા અને ઓળખતા હતા.કારણકે આ વ્યક્તિ પોતે કોણ છે અને ક્યાંથી આવ્યો છે અને તેમના પરિવારમાં કોણ-કોણ છે એ કોઈ પણ બાબત સ્પષ્ટ રીતે બતાવી કે જણાવી શકતો નહોતો. આ વર્ષો દરમિયાન ધીમે-ધીમે તેમની પાસેથી માહિતીઓ યાદ કરાવી હતી. જેમાં ખુલ્યું કે, રાજુ તરીકે લોકો જેમને ઓળખાતા તે વ્યક્તિનું નામ સનત કુમાર સાહુ છે અને તે છત્તીસગઢ રાજ્યના બીલાશપુર જીલ્લાના મસ્તુરી તાલુકાના મળાઈ ગામનો હોવાનું સામે આવ્યું હતું. જે માનસિક અસ્થિર મગજનો છે અને પોતાના ઘરેથી 18 વર્ષ પહેલા ભૂલો પડી ગયો હતો.

Read About Weather here

પરણિત છે અને જયારે પોતાના ઘરેથી વિખુટો પડી ગયો ત્યારે બે સંતાનો હતા. જેમાં એક સંતાનતો માત્ર દસ મહિનાનું જ હતું. પરિવારમાં તેમના માતા-પિતા, ભાઈ-ભાભી, ભત્રીજા, પત્ની, બે સંતાનો શોધવા માટે પરિવારે ત્રણ વર્ષ સુધી સખત મહેનત કરી હતી. જે બાદ પણ તેમને કોઈ પતોના મળ્યો હતો. 18 વર્ષ બાદ ઉપલેટાના ડુમીયાણી ટોલ પ્લાઝા પાસે આવેલ સીયારામ હોટેલ ખાતેથી મળી આવતા પરિવારના સદસ્યો તુરંત આવી પહોંચ્યા હતા. ત્યારે પરિવાર સાથેના મિલન સમયે હોટલ માલિક અને સ્ટાફ તેમજ પરિવારના સદસ્યો ભાવુક થયા હતા.આ તકે સીયારામ હોટલ ખાતે ભાયાભાઈ વસરા, પ્રવીણભાઈ વસરા, સંજયભાઈ વસરા, ભુપતભાઈ વસરા તેમજ હોટલ ખાતે રોજ બરોજ આવતા મિત્રમંડળ અને અહી વ્યવસાય કરતા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here