રાજકોટમાં 85 વર્ષીય નવિનચંદ્ર શાહના અલભ્ય રેખાચિત્રોનું 19મીથી પ્રદર્શન

રાજકોટમાં 85 વર્ષીય નવિનચંદ્ર શાહના અલભ્ય રેખાચિત્રોનું 19મીથી પ્રદર્શન
રાજકોટમાં 85 વર્ષીય નવિનચંદ્ર શાહના અલભ્ય રેખાચિત્રોનું 19મીથી પ્રદર્શન
રંગીલા રાજકોટમાં અદ્ભૂત કલાનાં પારંગત કસબીઓ ધ્રુવ-તારકની માફક ચમકતા રહ્યા છે. આવા જ એક 85 વર્ષીય જૈન મુરબ્બી શ્રી નવિનચંદ્ર કે. શાહેર નિજાનંદ માટે જ અઢળક રેખાચિત્રો (સ્ક્રેચ)ને કેનવાસ પર કંડાર્યા છે. આ રેખાચિત્રો ખૂબ દુર્લભ છે, કારણ કે તેમને ભારતનાં અનેક દિગ્ગજ મહાનુભાવોની સામે જ બેસીને લાઈવ સ્ક્રેચ બનાવી, તેના પર હસ્તાક્ષર મેળવ્યા છે.આવા 1500 જેટલા અદ્ભૂત રેખાચિત્રોનું આગામી તા.19મીએ રવિવારથી રેસકોર્સ સ્થિત શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શન યોજાશે. સવારે 10 વાગ્યે ઉદ્ઘાટન બાદ તા.21મી સુધી કલારસીકો સવારે 10 થી બપોરે 1 અને સાંજે 4 થી રાત્રે 9 વાગ્યા સુધી ચિત્ર પ્રદર્શન નિહાળી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

85 વર્ષીય નવિનચંદ્ર કે. શાહે પોતે નિજાનંદ માટે દોરેલા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના હસ્તાક્ષરો સાથેના લાઇવ સ્કેચીસનું પ્રદર્શન અંગે જણાવ્યું કે, હું સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા-રાજકોટનો નિવૃત કર્મચારી છું. યુવાનીકાળથી ચિત્રકળાનો શોખ ધરાવું છું. ચિત્રકળાનું જ્ઞાન મેં રાજકોટના કલાગુરૂ શ્રી સનતભાઇ ઠાકર પાસેથી લઇને જે.જે.સ્કુલ ઓફ આર્ટસ-મુંબઇમાંથી એકસટર્નલ વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હતી. મારા કોલેજકાળ દરમ્યાન વર્ષ 1957 માં દિલ્હી ખાતે ઇન્ટર યુનિવર્સિટી ચિત્રસ્પર્ધામાં ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરેલ હતું.સમય જતાં ખાસ કરીને નિવૃતિ બાદ જુદા-જુદા ક્ષેત્રોના મહાનુભાવોના હસ્તાક્ષર સહિતના લગભગ 1500 સ્કેચીસ અને તેની સાથેના પોતાના 350 આસપાસ ફોટાનો સંગ્રહ છે.

Read About Weather here

જેમાં રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, દિલીપકુમાર, દેવ આનંદ, શશીકપુર, શમ્મીકપુર, પંડિત રવિશંકર, પંડિત શિવકુમાર શર્મા, પંડિત હરિપ્રસાદ ચોરસીયા, સંગીતકાર નૌશાદ, પંડિત જસરાજ, બિરજુ મહારાજ, દલાઇ લામા, લતા મંગેશકર, સ્વામી સચ્ચીદાનંદ, પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, નમ્રમુનિ, મોરારીબાપુ, સચીન તેંડુલકર, 2006 નોબેલ પ્રાઈઝ વિનર મોહમ્મદ યુનુસ, 2014 નોબેલ પ્રાઇઝ વિનર કૈલાસ સત્યાર્થી, ખલી, રજત શર્મા, અઝીમ પ્રેમજી, નિદા ફાઝલી, ચંદ્રકાન્ત બક્ષી, મન્ના ડે, તારક મહેતા, સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી, કવિશ્રી રાજેન્દ્ર શુકલ, કાંતિ ભટ્ટ નગીનદાસ સંઘવી, ગુણવંત શાહનો સમાવેશ થાય છે. આ સંગ્રહમાંથી પસંદ કરેલા 150 લાઇવ સ્કેચીસનું એક પ્રદર્શન રેસકોર્સમાં શ્યામાપ્રસાદ મુખર્રજી આર્ટ ગેલેરી ખાતે તા.19-6-2022 થી 21-6-2022 દરમ્યાન યોજાશે. જેનું ઉદ્ઘાટન રાજકોટના નવનિયુકત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તથા મુખ્ય અતિથી ભરત યાજ્ઞિક (ગુજરાત ગૌરવ પુરસ્કૃત) અને રેણુ યાજ્ઞિક (ગુજરાત ગૌરવ પુરસ્કૃત) કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here