હિમતનગરમાં કોરોના રિપોર્ટમાં વિસંગતતા સામે આવતા લોકોમાં ચર્ચા

રાજ્યમાં કોરોના મહામારીમાં લોકોની સાથે મોટા છબરડા થઈ રહૃાા છે. કોરોના રિપોર્ટમાં વિસંગતતાના અગાઉ અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે સાબરકાંઠાના હિમતનગરમાં કોરોના રિપોર્ટમાં વિસંગતતાની ગંભીર ઘટના સામે આવી છે. રાજ્યની નામાંકિત લેબોમાં જેની ગણના થાય છે તેવી સ્ટર્લિંગ એક્યુરસી લેબમાં આરટી-પીસીઆર ટેસ્ટમાં મોટો છબરડો સામે આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. માત્ર બે મિનિટના સમયગાળામાં વ્યક્તિના રિપોર્ટ અલગ અલગ આવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે.
એક જ સેમ્પલમાં બે અલગ અલગ રિપોર્ટ આવ્યા છે, રેપિડ નેગેટિવ આવતા જે તે વ્યક્તિએ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. પરંતુ તેમાં પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો. જેથી હાલ લેબ સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે સાબરકાંઠાના હિમતનગરમાં આવેલ અમદાવાદની સ્ટર્લિંગ એક્યુરસી લેબમાં આરટી-પીસીઆર ટેસ્ટમાં મોટો છબરડો બહાર આવ્યો છે.
િંહમતનગરના એક દર્દીને એક જ સેમ્પલના બે અલગ અલગ રિપોર્ટ આવ્યા હોવાથી ચર્ચા ચગડોળે ચઢી છે. માત્ર બે મિનિટના અંતરે રિપોર્ટમાં નેગેટિવ અને પોઝીટીવ આવવું એક મોટો સવાલ છે. એક સેમ્પલના બે મિનિટના રિપોર્ટમાં બેદૃરકારી કોની એ પણ તપાસનો વિષય હાલ બન્યો છે. વ્યક્તિએ રેપીડ ટેસ્ટ નેગેટિવ આવતા દર્દી આવ્યો હતો. પરંતુ તેમાં પોઝિટીવ આવ્યો હતો. હવે દર્દીનો કયો રિપોર્ટ સાચો સમજવો એ પણ મોટો સવાલ છે. ટેસ્ટ કરનાર લેબોરેટરીના સંચાલકો અને રિપોર્ટ કરનારા સામે અનેક સવાલો ઉભા થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા તપાસણી કરી પરવાના સામે કાર્યવાહી કરવી જોઈએ.