વરસાદના વિરામથી બપોરે તાપમાન 2.1 ડિગ્રી વધ્યુ…!

વરસાદની આગાહી
વરસાદની આગાહી
દરમિયાનમાં આવતી કાલ તા.17 જૂનથી 20 જૂન, શુક્રવારથી સોમવાર સુધી ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ગઇ કાલથી ચોમાસાના વરસાદના આરંભ બાદ આજે શહેરમાં મેઘવિરામ થઇ જતા બપોરે તાપમાનમાં 2.1 ડિગ્રી સેન્ટીગ્રેડનો નોંધપાત્ર વધારો થયો હતો. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 53 ટકા થઇ ગયું હતુ તો શહેરમાં પવનની ઝડપ વધીને 22 કિલોમીટર નોંધાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

ભાવનગર શહેરમાં ગઇ કાલે પોણો ઇંચથી વધુ વરસાદ વરસી જતા મહત્તમ તાપમાન ઘટીને 34.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ અને ગરમીમાં રાહત મળી હતી. પણ આજે મેઘવિરામ રહેતા 24 કલાકમાં શહેરનું મહત્તમ તાપમાન 2.1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 36.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું છે.

Read About Weather here

જ્યારે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 1.4 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 26.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ.શહેરમાં ગઇ કાલે ચોમાસુ માહોલ જામતા હવામાં ભેજનું પ્રમાણ વધીને 69 ટકા થઇ ગયું હતુ તે આજે ઘટીને 53 ટકાએ આવી ગયું હતુ. તો શહેરમાં પવનની ખ્ડપ ગઇ કાલે સાંજે 14 કિલોમીટર હતી તે આજે વધીને 22 કિલોમીટર થઇ ગઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here