વિશ્ર્વ યોગ દિવસની 75 થી વધુ સ્થળે ઉજવણી કરાશે

વિશ્ર્વ યોગ દિવસની 75 થી વધુ સ્થળે ઉજવણી કરાશે
વિશ્ર્વ યોગ દિવસની 75 થી વધુ સ્થળે ઉજવણી કરાશે
27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુકત રાષ્ટ્રસંઘની 69મી સામાન્ય સભાને સંબોધતી વખતે પ્રધાનમંત્રીએ વિશ્ર્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા માટે વિનંતી કરતા તા.11 ડિસેમ્બર 2014ના રોજ સંયુકત રાષ્ટ્ર સામાન્ય સભાએ દરખાસ્તને સંમતિ આપી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્ર્વમાં ઉજવવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

આગામી 21 જુન વિશ્ર્વ યોગ દિનની ઉજવણી માટે આજે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને મિટીંગ યોજાઈ હતી.આ મિટિંગમાં શહેર ભાજપના અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, ડે.કમિશનર આશિષકુમાર, સી.કે.નંદાણી, એ.આર.સિંહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટસિંહ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Read About Weather here

21 જૂનના રોજ ત્રણેય ઝોન એટલે કે, ઈસ્ટ ઝોનમાં પૂ.રણછોડદાસબાપુના આશ્રમનું ગ્રાઉન્ડ, સેન્ટ્રલ ઝોનમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ તેમજ વેસ્ટ ઝોનમાં નાનામવા ચોક પાસેના ગ્રાઉન્ડમાં યોજાશે. આ યોગ દિવસની ઉજવણીમાં વધુમાં વધુ શહેરીજનો જોડાઈ તેવું આયોજન કરવામાં આવ્યું છે, આ ઉપરાંત દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે શહેરના તમામ વોર્ડમાં આવેલ નગર પ્રાથમિક સમિતિની સ્કૂલો, ગાર્ડન, ખુલ્લા પ્લોટ વગેરે જગ્યાએ મળી કુલ-75 સ્થળે વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.21 જુન વિશ્ર્વ યોગ દિવસે વધુમાં વધુ લોકો જોડાઈ તેવી પદાધિકારીઓએ અપીલ કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here