રેલવે પેન્શન અદાલતમાં 62 કેસનો નિકાલ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન ખાતે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ ભૂતકાળમાં પેન્શનરો અને ફેમિલી પેન્શનરો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી, જેના આધારે બધા મામલામાં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

કુલ 62 કેસ મળ્યા હતા, આ તમામ કેસોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું.આ દરમિયાન, કુલ 12 પેન્શન પે ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા જે ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર જી પી સૈની દ્વારા નિવૃત રેલવે કર્મચારીઓને વ્યક્તિગત રીતે આપવામાં આવ્યા હતા. તમામ પેન્શનરોને ખાતરી આપી હતી કે માત્ર પેન્શન અદાલત દરમિયાન જ નહીં પરંતુ સામાન્ય કામકાજના દિવસોમાં પણ પેન્શનરોની સમસ્યાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે અને કર્મચારી અને હિસાબ વિભાગ દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવશે.

Read About Weather here

પેન્શન અદાલતમાં 55 જેટલા વરિષ્ઠ નાગરિકો/તેમના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને પેન્શન અદાલતનું સુખદ સમાપન થયું હતું. આ પ્રસંગે સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર મનીષ મહેતા, સિનિયર ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજર કિરણેન્દુ આર્ય અને એકાઉન્ટ્સ અને પર્સનલ વિભાગના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી પેન્શન અદાલતને સફળ બનાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here