વલસાડના દુકાનદાર મહિલાઓ દ્વારા એક ટ્રેપનો ભોગ બન્યો હોવાની ફરિયાદ નોંધાવી

આપ પણ જો ફોન પર કોઈ અજાણી મહિલા સાથે રંગીન મિજાજી વાત કરતા હોય તો ચેતી જજો. કારણકે આપ પણ ટ્રેપનો શિકાર બની શકો છો. અને ફોન પર અજાણી યુવતીઓ સાથે વાત કરવી કોઈ વખત ભારે પડી શકે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવતીઓની એક ગેંગ યુવકોને મોબાઈલ પર વાત કરી અને તેમને મોહજાળમાં ફસાવી તેમની પાસેથી રૂપિયા પડાવતી હોવાના એક મોટુ ષડયંત્ર ચાલતું હોવાનો પર્દૃાફાશ થયો છે.
રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાની પારડી પોલીસ સ્ટેશનમાં સેલવાસના એક દુકાનદાર ફરિયાદ દાખલ થઈ હતી. પોતાની જાતને મહિલા પોલીસ અને મહિલા આયોગ અધિકારીની ઓળખ આપી યુવકોને ઠગતી આ બે યુવતીઓની એક ગેંગનો ધરપકડ કરી છે. ત્યારે દરેક જ સવાલ ઉભો થાય છે કે કોણ છે આ શાતીર યુવતીઓ? અને તે કેવી રીતે યુવકોને પોતાનો શિકાર બનાવે છે?
વલસાડ અને પાડોશી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં છેલ્લા કેટલાક સમયથી રંગીનમિજાજી યુવકોને યુવતીઓની એક ગેંગ ફોન પર વાત કરી અને પ્રેમની જાળમાં ફસાવી રૂપિયા ખંખેરતી હતી. બે મહિલાઓએ દાદર નગર હવેલીના એક દુકાનદાર યુવકને પહેલા પોતાની માયાજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ પોતે મહિલા પોલીસમાં હોવાનું જણાવી અને તેની પાસેથી તોડના દસ હજાર પડાવી લીધા હતા. જો કે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પારડી પોલીસે બે યુવતીઓ સહીત એક યુવકની ધરપકડ કરી લીધી છે.