ફોગાટ બહેનોમાં છેડાયુ ટ્વિટર યુદ્ધ: ખેડૂત આંદોલનને લઇને વિનેશે બબીતાને આપી સલાહ

સોશિયલ મીડિયા પર ખેડૂત આંદૃોલનને લઈને ભારે ધમાસાણ મચી છે. ખેડૂત આંદૃોલનના વિરોધમાં દિૃલ્હી બોર્ડર પર પક્ષ વિપક્ષ આમને સામે છે. એવુ એક પણ ક્ષેત્ર નહી હોય જ્યાંના દિૃગ્ગજોએ આ મામલે પોતાનો અભિપ્રાય રજૂ ન કર્યો હોય. ખેડૂત આંદૃોલનને લઈને રાજકારણ સતત વેગ પકડી રહૃાુ છે. રમત ગમત અને મનોરંજન જગતની હસ્તીઓ પણ કૃષિ કાયદૃા ૨૦૨૦ ના વિરોધમાં દિૃલ્હી બોર્ડર પર ખેડૂત આંદૃોલનના વિરોધમાં પોતાની પ્રતિક્રિયા આપી રહૃાા છે. ખેડૂત આંદૃોલન અંગે કંગના રનૌત અને દિૃલજીત દૃોસાંજ ટ્વિટર પર આમને-સામને હતા. આ આંદૃોલનને લઈને હવે ફોગાટ બહેનો વચ્ચે ટ્વિટર યુદ્ધ ફાટી નીકળ્યું છે. કુસ્તીબાજ અને ભાજપ નેતા બબીતા ફોગાટ પોતાના ટ્વિટર દ્વારા ખેડૂત આંદૃોલન પર સતત પ્રતિક્રિયા આપી રહી છે. આ દૃરમિયાન બબીતાએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તે કૃષિ કાયદાને ટેકો આપી રહી છે અને તે ખેડૂતોના સમર્થનમાં છે.
આ દરમિયાન, તેણે તેમના ટ્વિટર પર આ ખેડૂત આંદૃોલન પર ગેંગ દ્વારા ટુકડા કરી હાઇજેક કરવાનો આરોપ મૂક્યો હતો.

આ વાત પર બબીતાની બહેન વિનેશ ફોગાટે તેનું નામ લીધા વિના નિશાન સાધ્યું હતું. જોકે, વિનેશે પોતાના ટ્વિટમાં તમામ ખેલાડીઓનો ઉલ્લેખ કર્યો છે. બબીતા ??ફોગાટે ટ્વીટમાં લખ્યું હતું કે, હવે લાગે છે કે આ ગેંગે ખેડૂત આંદૃોલનને ટુકડા કરી લીધા છે. હું બધા ખેડૂત ભાઈઓને હાથ જોડીને વિનંતી કરું છું કે કૃપા કરીને તમારા ઘરે પાછા ફરો. માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી નવે. કોંગ્રેસ અને ડાબેરી લોકો ક્યારેય ખેડૂતનું ભલું કરી શકતા નથી. આ સાથે બબીતા?ફોગાટે એસવાયએલ (સતલજ-યમુના લિક્ધ કેનાલ) નો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે બીજા એક ટ્વિટમાં લખ્યું કે, એસ.વાય.એલ. હરિયાણાની જીવાદોરી છે, તેથી હું પંજાબને અપીલ કરું છું કે હરિયાણાના ખેડૂતોને તેમનો હિસ્સાનું પાણી આપો. પંજાબે હરિયાણાના ખેડૂતોનાં હિતો વિશે વિચારવું જ જોઇએ. સતલજનું સરપ્લસ પાણી ક્યાંય પણ જાય છે, પરંતુ તે હરિયાણાના ખેડૂતને ન આપવું એ ક્યાની સમજદૃારી છે? બબીતાના આ ટ્વિટ પછી, તેની બહેન વિનેશ ફોગાટે કોઈનું નામ લીધા વિના અથવા ટેગ કર્યા વિના બે ટ્વીટ્સ કર્યા.

તેણે પોતાના ટ્વિટ્સમાં ખેલાડીઓને ભાષાનું ગૌરવ જાળવવા અપીલ કરી હતી. તેણે ટ્વિટ કર્યું, ખેલાડી હંમેશા ખેલાડી હોય છે, પછી ભલે તે કોઈ પણ ક્ષેત્રમાં જાય. હું ખેલાડીઓને ખાસ કરીને હરિયાણાના ખેલાડીઓને વિનંતી કરું છું. રાજકારણ કરવું એ સારી બાબત છે, પરંતુ તમે હંમેશાં રમત, દૃેશ, રાજ્ય, સમાજ અને તમારા કુટુંબનું નામ આગળ વધાર્યું છે. એટલું જ માન અને સન્માન જાળવી રાખો. કેટલીક નકામી વાતો કહીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડશો નહીં.