જાનથી મારી નાખવાની ધમકી આપતા ઝેરી દવા પી લેવાના ગુનામાં બે આરોપીઓનો નિર્દોષ છુટકારો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

લેણી રકમ મેળવવા જાનથી મારી નાખવાની ધમકી આપી હોય, તેના કારણે ઝેરી દવા પી લેવાના ગુનામાં પકડાયેલા આરોપીઓ રાજકોટના મહેશ કનુભાઈ ડોબરીયા, પરેશ કેશુભાઈ રૂપાપરા સામેનો કેસ ચાલી જતા અદાલતે બંને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આ કામના ફરિયાદી મનોજભાઈ વસંતભાઈ સાકરવાડીયાએ ફરીયાદ આપેલ, ફરિયાદી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં નારાયણ ટ્રેડર્સના નામથી ઓફીસ નં. એ – 18 થી કમિશન એજન્ટ તરીકે કામ કરતા હતા અને આરોપી પરેશભાઈ પટેલ સાથે જીરાના કોમોડીટીઝનો વેપાર કરતા હતા અને આ વેપાર તેમના ઓળખીતા મહેશભાઈ ડોબરીયા મારફતે કરતા હતા જે વેપારમાં કુલ રૂપિયા 60 લાખનું નુકસાન જે પૈકી રૂ. 35 લાખ પુરા આપી દીધેલ અને રૂપીયા 25 લાખ બાકી હતા.

Visit Saurashtra Kranti Homepage here

આરોપીઓના દબાણથી ચેકો લઈ લીધેલા અને સતત ધમકીઓના કારણે તા.4/5/15 ના રોજ દવા પી લીધેલ જે અંગેની કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ. પોલીસે આઈ.પી.સી કલમ 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી અને નામદાર અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કરેલ. ફરિયાદ પક્ષે કુલ 18 સાહેદો તપાસેલા જેમાં ડોકટર તથા તપાશનીશ અધિકારીની જુબાની થયેલ અને ફરીયાદી 6 દિવસ સુધી આઈ.સી.યુ.માં દાખલ હતા તેવી હકિકત રેકર્ડ ઉપર આવેલી. સાહેદો બધા ફરીયાદ પક્ષના હોય તે તમામએ ફરિયાદ પક્ષને સમર્થન આપ્યું હતું.

Read About Weather here

બચાવપક્ષે એવી રજુઆત કરવામાં આવેલ કે, આ કેસમાં કાયદેસરના વ્યવહારના પૈસા બાકી છે જે ન આપવા પડે તે માટે ખોટી ફરિયાદ કરેલ છે તેમજ ફરિયાદીની ફરીયાદ – સાહેદોની જુબાની તથા તપાસનીશ અધિકારીની જુબાની જોતા તમામિાં વિરોધાભાષ છે તેમજ ડોકટરની જુબાની લેવામાં આવેલ છે તેમાં ફરિયાદી કે ફરીયાદપક્ષના સાહેદો દવારા આરોપી ના નામ કે કયા કારણોસર દવા પીધેલ છે તેવી કોઈ હકિકત જણાવેલ નથી તેમજ આઈ.પી.સી કલમ – 506 (2) ના કોઈ તત્વો ફલીત થતા નથી. ઉપરોકત હકિકત તેમજ રજુ થતા પુરાવાને તથા આરોપી પક્ષે થયેલ દલીલો ને ઘ્યાનમાં લઈ નામદાર અદાલત એવા મંતવ્ય ઉપર આવેલ કે, ફરિયાદપક્ષ પોતાનો કેસ નિ:શંકપણે પુરવાક કરી શકેલ નથી જેથી આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. ઉપરોકત કામમાં બંને આરોપીઓ મહેશભાઈ કનુભાઈ ડોબરીયા તથા પરેશભાઈ કેશુભાઈ રૂપાપરા વતી એડવોકેટ પીયુષભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નીતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ ધુળકોટીયા, વીજયભાઈ પટગીર, હર્ષીલભાઈ શાહ, રાજેન્દ્રભાઈ જોશી રોકાયેલા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here