આરીફ ચાવડા મર્ડરના બે આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટમાં સામાકાંઠા વિસ્તારમાં દૂધસાગર રોડ વિસ્તારમાં આવેલી દૂધની બનાવટોની ખેબર ડેરીના કારણે દૂર્ગંધ આવતી હોવા બાબતે ચાલતા ડખામાં આરીફ હાજી ગુલામહુસેન ચાવડાની થયેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની પારિવારિક પ્રસંગ તેમજ ફ્રેક્ચરની સારવાર માટે વચગાળાની જામીન અરજી સેશન્સ અદાલત દ્વારા નામંજૂર કરવામાં આવી છે.આ કેસની પોલીસ કેસ મુજબની હકીકત એવી છે કે, દૂધસાગર રોડ પર દૂધની ડેરી પાસેની લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં આવેલી ખેબર ડેરીમાં પનીર અને છાશ સહિતના ઉત્પાદનોને કારણે દુર્ગંધ આવતી હોવા બાબત ડેરી નજીક રહેતા આરીફ હાજીગુલામહુશેન ચાવડા અને ડેરીમાલિકો વચ્ચે ડખો ચાલતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

દરમિયાન 2020ની સાલમાં ઓગષ્ટ મહિનામાં બંને જૂથો સામસામા આવી જતાં આરીફ હાજી ગુલામહુસેન ચાવડા છરીના ઘા ઝીંકીને હત્યા થઈ હતી. આ બનાવમાં (1) વસીમ ઉર્ફે ચકો અબ્દુલ ખૈબર (2) રમીઝ ઉર્ફે બાબો ઈકબાલભાઈ ખૈબર (3) અબ્દુલભાઈ ઓસમાણભાઈ ખૈબર (4) ઈકબાલભાઈ ઓસમાણભાઈ ખૈબર વગેરે સામે હત્યાની મુસ્તાક ચાવડા દ્વારા ફરિયાદ થઇ હતી. આ બનાવમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદ બાદ થોરાળા પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ અને ધોરણસરની કાર્યવાહી બાદ કોર્ટમાં રજૂ કરાતા આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. દરમિયાન આ કેસના મુખ્ય આરોપી વસીમ ઉર્ફે અબ્દુલભાઈ ખૈબર અને રમીઝ ઉર્ફે બાબો ઈકબાલભાઈ ખૈબરે જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ સુધી સફળ થઈ શકેલ નહી. ત્યારબાદ ટ્રાયલ દરમિયાન બંને આરોપીઓએ સેશન્સ કોર્ટમાં વચગાળાની માનવતાના ધોરણે જામીન અરજી દાખલ કરી હતી.

તેમાં બંને આરોપીઓના સગા ભાઈ મહમદહુસેન ઓસમાણભાઈ ખૈબરના પુત્ર સાહિલના નિકાહ હોય, પારિવારિક પ્રસંગમાં હાજરી રહે અને આરોપી વસીમ ઉપર બનાવના દિવસે હુમલામાં હાથમાં મલ્ટિપલ ફ્રેક્ચર થતાં રાજકોટમાં કુંદન હોસ્પિટલમાં સારવાર લઈ પ્લેટ બેસાડવામાં આવેલ હતી, જેમાં દુખાવો થતો હોવાથી પ્લેટ કાઢી નાખવી કે કેમ તે ડોક્ટરનો ઓપીનીયન લેવાનો હોય જેમાં ઓપરેશન કરવાનું થતું હોય તો દાખલ થઈ પ્લેટ કાઢવા માટે ઉપરોક્ત બે કારણો સાથે માનવતાના ધોરણે જામીન અરજી દાખલ કરી હતી.જેમાં સરકાર પક્ષે સ્પેશિયલ પી. પી. તુષાર ગોકાણી અને મૂળ ફરિયાદીના

Read About Weather here

વકીલ રૂપરાજસિંહ પરમાર દ્વારા દસ્તાવેજી પુરાવાઓ તથા મૌખિક રજૂઆતો કરી આરોપીને જામીન પર મુક્ત ન કરવા રજૂઆત કરવામાં આવી હતી, તેમજ ઉચ્ચ ન્યાયાલયોના ચુકાદાઓ વગેરે તમામ બાબતોને ધ્યાને લઇ રાજકોટના ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે બંને આરોપીઓ વસીમ ઉર્ફે અબ્દુલભાઈ ખૈબર અને રમીઝ ઉર્ફે બાબો ઈકબાલભાઈના જામીન નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો. આ કામમાં સરકાર પક્ષે સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણી અને મૂળ ફરિયાદીના વકીલ રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, હુસેનભાઇ હેરંજા, જયદેવસિંહ ઝાલા, શક્તિભાઈ ગઢવી, પાર્થરાજસિંહ ઝાલા, કૃણાલ શાહ રોકાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here