એસ.ટી. વિભાગના ડ્રાઈવર-કંડકટરના ગ્રેડ-પેમાં વધારો

એસ.ટી. વિભાગના ડ્રાઈવર-કંડકટરના ગ્રેડ-પેમાં વધારો
એસ.ટી. વિભાગના ડ્રાઈવર-કંડકટરના ગ્રેડ-પેમાં વધારો
એસ.ટી.વિભાગનાં કર્મચારીઓ દ્વારા આજથી જ વિવિધ 23 જેટલી પડતર માંગણીઓનાં મુદ્ે આંદોલન છેડવાની ચીમકી આપવામાં આવી હતી. ત્યારે બે દિવસ પહેલા એસ.ટી. નિગમ દ્વારા તમામ ડ્રાઈવર અને કંડકટરોના ગ્રેડ પેમાં વધારો કરીઆપીને હાલ મામલો શાંત પાડી દેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમનાં પરિપત્ર પ્રમાણે એસ.ટી. વિભાગના ડ્રાઈવરોનો ગ્રેડ-પે 1,800 હતો એ 1,900 કરી દેવાયો છે. જયારે કંડકટરનો ગ્રેડ-પે 1,650 હતો એ વધારીને 1,800 કરવામાં આવ્યો છે. જેના કારણે આવતા જૂલાઈ માસનાં પગારમાં તમામ કર્મચારીઓને વધારો મળશે.આ સાથે નવો ગ્રેડ-પે ગત તા.1-11-2021થી અમલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

Read About Weather here

પરિણામે તમામ ડ્રાઈવર અને કંડકટરોને ગત નવેમ્બર માસથી સાત મહિનાનું એરિયર્સ પણ મળવાપાત્ર થશે.એસ.ટી. નિગમનાં 30 હજાર કર્મચારીઓને રાહત આપતા સરકારનાં નિર્ણયને કર્મચારી યુનિયનોએ આવકાર્યો છે અને આજથી ચાલુ થનાર આંદોલન તેમજ આગામી તા.18મીની હડતાલ હાલ મુલત્વી રાખવામાં આવ્યાનું જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here