ઉપલેટામાં શહીદ જવાન રમેશ જોગલની પ્રતિમાનું અનાવરણ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ઉપલેટાના રાજકોટ-પોરબંદર રોડ પર આવેલ યાદવ હોટલ ખાતે વર્ષ 1999માં કારગીલ યુદ્ધના શહીદ વીર રમેશ જોગલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ઉપલેટામાં આ કાર્યક્રમ પહેલા શહેરના મુખ્ય માર્ગો પરથી એક બાઈક રેલી પણ યોજવામાં આવી હતી. જેમાં કારગીલ હીરો પરમવીર ચક્ર માનદ કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવ ખુલ્લી જીપમાં ત્રિરંગા સાથે જોડાયા હતા. મૂર્તિનું અનાવરણ શહીદ વીર રમેશ જોગલની માતા જશીબેન જોગલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Read About Weather here

આ કાર્યક્રમમાં વાસણભાઈ આહીર, લલિત વસોયા, કાંધલ જાડેજા, વિક્રમભાઈ માડમ, જગાભાઈ બારડ સહિતના આસપાસના પંથકના ધારાસભ્યો તેમજ પૂર્વ ધારાસભ્યો સહિતના રાજકીય અગ્રણીઓ જોડાયા હતા.એક શામ શહિદોકે નામ ભવ્ય લોકડાયરો પણ યોજાયો હતો. જેમાં શાહિદ વીરના પરિવારો પર પૈસાનો વરસાદ પણ થયો હતો આ કાર્યક્રમમાં માનવ મહેરામણ પણ બહોળા પ્રમાણમાં ઉમટ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here