સૌરાષ્ટ્રનું ગૌરવ: જામનગર અને જૂનાગઢની ક્લાઈમેટ ચેન્જ પ્રોજેક્ટ માટે પસંદગી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
યુરોપીય સંઘ પ્રેરિત અને સંચાલિત વિશ્ર્વવ્યાપી સંગઠન જીકોમ દ્વારા ક્લાઈમેટ પરિવર્તન અભ્યાસ અને પ્રોજેક્ટ માટે સૌરાષ્ટ્રનાં બે શહેરો જામનગર અને જૂનાગઢ પર પસંદગી ઉતારવામાં આવી છે. જે સૌરાષ્ટ્ર માટે ગૌરવની ઘટના છે. આ સંગઠન શહેરી પર્યાવરણ માટે શહેરી સતાવાળાઓ સાથે મળીને કામ કરતુ યુરોપનું મહત્વનું વિશ્ર્વવ્યાપી સંગઠન છે.ગુજરાતનાં 8 મહાનગરોમાં ખાસ કરીને જૂનાગઢ અને જામનગરમાં ખાસ પ્રોજેક્ટ અને અભ્યાસ હાથ ધરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

પર્યાવરણની શુધ્ધતા અને ઉર્જાનાં ક્ષેત્રમાં યુરોપીય સંગઠન દ્વારા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ બે શહેરની ખાસ પસંદગી કરવામાં આવી છે.એશિયાઈ સાવજનાં એકમાત્ર વસવાટને કારણે જૂનાગઢ મહાનગરપાલિકાનાં યુરોપીય સંગઠનની મદદથી એક્શન પ્લાન તૈયાર કરવામાં મદદ મળશે. જૂનાગઢનાં મ્યુ.કમિશનર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, અભ્યાસનાં પ્રથમ તબક્કામાં પાઈલોટ સ્ટડી માટે જૂનાગઢની પસંદગી કરવામાં આવી છે. પર્યાવરણ પરિવર્તનથી આપણા પાયાનાં માળખા અને શહેરીકરણને કેવી અસર થાય છે તેનો અભ્યાસ કરવામાં આવશે. અભ્યાસનાં આધારે જૂનાગઢ મહાનગર માટે ગટર વ્યવસ્થા, રિન્યુએબલ એનર્જી, જળસંચય સહિતનાં માર્ગ અને ઉપાયો સૂચવવામાં આવશે.

Read About Weather here

ભવિષ્યમાં આવા પ્રોજેક્ટ માટે યુરોપ તરફથી જૂનાગઢને ફંડ પણ મળશે. ગ્રીન એનર્જી અભિયાન અંતર્ગત જૂનાગઢ મનપાએ ગયા વર્ષે બાયોમેથાનેશન પ્લાન્ટ શરૂ કર્યો હતો. જ્યાં વાહનોમાં ઇંધણ તરીકે વાપરી શકાય. એવા ગેસનું ઉત્પાદન થાય છે. હાલ દૈનિક 500 કિ.ગ્રા. ગેસનું ઉત્પાદન થાય છે. જામનગરનાં મ્યુ.કમિશનર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, યુરોપીય સંગઠનની ટીમ ગટર વ્યવસ્થા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતની સેવાઓ અને પ્રોજેક્ટનો અભ્યાસ કરશે અને એ પછી પર્યાવરણ અનુકુળ ટેકનોલોજી અંગે જામનગર મનપાને ડેટા પૂરો પાડશે અને ફંડ પણ પૂરું પાડશે. અત્યારે જામનગર મનપાની મુખ્ય ઈમારત સહિતની કચેરીઓમાં સૌરઉર્જા પ્લાન્ટ નાખવામાં આવી રહ્યા છે. જેનાથી વીજબિલમાં દરવર્ષે જામનગર મનપા રૂ.8 થી 10 કરોડની બચત કરી શકશે. આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્રનાં મહાનગરોનાં વાતાવરણને શુધ્ધ કરવાના પ્રોજેક્ટ યુરોપનાં ફંડથી અમલમાં મૂકી શકાશે અને પ્રદુષણની આફતથી બહુધા છુટકારો પણ મેળવી શકાશે એવી આશા નિષ્ણાંતો રાખે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here