નવનિયુક્ત પોલીસ કમિશનરની ખાસ બ્રાન્ચો પર બાજ નજર!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટમાં બે મહિના પછી કાયમી કમિશનરની નિમણૂક થઈ ગયા બાદ શહેરના 27મા પોલીસ કમિશનર તરીકે 1995ની બેચના સિનિયર આઈપીએસ અધિકારી અને આર્મ્સ વિભાગના વડા રાજુ ભાર્ગવે ચાર્જ સંભાળી લીધો છે. નવનિયુક્ત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે રાજકોટ પોલીસ સામે જે જે પણ પડકારો છે તેનો ઉકેલ લાવવા માટે અમે તત્પર છીએ. આ ઉપરાંત શહેરની કાયદો વ્યવસ્થા સુચારુંરૂપે જળવાઈ રહે તે મારી પ્રાથમિકતા રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

આગામી છ મહિનામાં ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે તે ઉપરાંત તહેવારો પણ આવી રહ્યા હોવાથી તેમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે અમે તત્પર રહીશું. તેમણે એમ પણ જણાવ્યું કે પોલીસની કામગીરી સ્વચ્છ અને પારદર્શી રાખવામાં આવશે અને તેમાં જરા પણ કચાશ રહેશે નહીં.પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે વધુમાં ઉમેર્યું કે પોલીસની કામગીરીમાં જરા પણ ઓટ આવવા દેવાશે નહીં.પરંતુ શહેરીજનોને પોલીસ વિશે એક સારો મેસેજ અપાવવા અને પોલીસ પ્રત્યે લોકોમાં વિશ્ર્વાસ વધે તે કામ નવા પો.કમિશનરે હાથમાં લેવાનું છે. તેથી અત્યારે ચર્ચાઇ રહ્યું છે.

Read About Weather here

પો.કમિશનરે શહેરભરના પોલીસ સ્ટેશનો તેમજ ખાસ બ્રાન્ચો પર બાજ નજર રાખી છે અને અધિકારીઓએ પૂર્વ શું કામ કર્યા છે તેની પણ વિગતો મેળવી રહ્યા છે. કારણ કે લોકોને વિશ્ર્વાસ અપાવવો નાની વાત નથી માટે કોઇ હપ્તાખોરી કે અરજદાર હેરાન થશે તે ચલાવી લેવાશે નહીં અને જેતે બ્રાન્ચ અથવા પો.સ્ટેશનમાં અરજીઓ પર કંઇ રીતે કામ થાય છે કે કોણ સેટલમેન્ટ કરે છે કોણ વહીવટીયા છે તે તમામ રીપોર્ટ મેળવીને કંઇક નવુ પગલું પણ ભરી શકે તેમ છે. પણ ચાર્જ સંભાળતી વખતે કહ્યું હતું કે હું કોઈ જાદૂગર નથી કે આવતાં સાથે જ બધું સમજી જાઉં. મને રાજકોટની ભૂગોળ અને તાસીર સમજવા માટે થોડો સમય જરૂર લાગશે માટે અત્યારે તમામ અધિકારીઓ અને પોલીસ કર્મીઓના ભુતકાળ તપાસ થઇ રહ્યા હોવાની પણ ચર્ચાઓ થઇ રહી છે. અને અનેક અધિકારીઓએ તો નવુ સૂત્ર પણ અપનાવી લીધુ છે કે તોડ કરો એનો વાંધો નહીં પણ કેસ તો કરવો જ માટે ભવિષ્યમાં કોઇ સમસયા જ ન થાય…..!!

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here