20 કિલો એકસપાયરી ખાદ્યચીજોનો નાશ કરાયો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્હીલ્સ વાન સાથે વાણીયાવાડી મે.રોડ બોલબાલા માર્ગ વિસ્તારમાં 20 પેઢીની ચકાસણી કરાઈ હતી. ચકાસણી દરમિયાન વેચાણ થતાં ઠંડાપીણા, દૂધ, મસાલા તથા ફરસાણના ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલ વિગેરેના કુલ 25 નમૂમાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

મહાનગરપાલિકાના ફૂડ વિભાગને આવેલ ફરિયાદના અનુસંધાને સદગુરુ વિહાર કોમ્પ્લેક્સ, એરપોર્ટ રોડ, પર આવેલ મારૂતિ પ્રોવિઝન સ્ટોરની તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલ એકસપાયરી થયેલ ચોકલેટ, નમકીન, ઠંડાપીણા, મસાલા, વગેરે પેકડ ખાદ્યચીજોનો જથ્થો મળી આવતા કુલ 20 કિલો એકસપાયરી ખાદ્યચીજોનો સ્થળ પર નાશ કરેલ.

Read About Weather here

ઓમ ચાઇનીઝ પંજાબીની તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલ વાસી પંજાબી ગ્રેવીનો 8 કિલો જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરેલ તથા યોગ્ય સ્ટોરેજ કરવા, હાયજિનિક કંડિસન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.મહાનગરપાલિકાના ફૂડ વિભાગને આવેલ ફરિયાદના અનુસંધાને એસ.ટી. બસ પોર્ટની સામે, ઢેબર રોડ, રાજકોટ મુકામે આવેલ રાજ રેસ્ટોરન્ટની તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલ વાસી પ્રીપેર્ડ ખાદ્ય ખોરાકનો 4 કિલો જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરેલ તથા યોગ્ય સ્ટોરેજ કરવા, હાયજિનિક કંડિસન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here