પોલીસ બેડામાં એક જ ચર્ચા: ‘વીર’ કોન્સ્ટેબલ કોણ??!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટની સ્પેશિયલ બ્રાંચના એક વીર કોન્સ્ટેબલે બખૂબી કરીને ચારેતરફ ભારે વાહવાહ લૂંટી લીધી હોવાની હાલમાં ચર્ચા ચાલે છે. હાલ સ્પેશિયલ બ્રાંચ ફરજ બચાવતા આ વીર કોન્સ્ટેબલ એક ખિસ્સા કાતરૂને પકડી રકમ ઓકાવી હતી તેમજ કોઈપણ જાતના કાગળ- પેપરનો બગાડ કર્યા વિના તહોમતદાર રવાના કર્યો હતો. આખા મામલાએ પોલીસ બેડામાં ભારે ચર્ચા જગાવી છે.આ બનાવ ચર્ચામાં આવતા સ્પેશિયલ બ્રાન્ચના અધિકારીઓમાં પણ સોપો પડી ગયો છે કારણ કે નવ નિયુક્ત પો.કમિશનરની સામે તેના કર્મીઓની કામગીરી ની ખબર પડે તો નીચા જોવા જેવું થાય તેમ છે

Visit Saurashtra Kranti Homepage here

. હાલમાં આ વીર કોન્સ્ટેબલના કાળા કામ અંગે પોલીસ બેડામાં ચકચાર જગાવી છે. અને ઉચ્ચ અધિકારીઓએ ખાનગી રાહે પુછી રહ્યા છે કે કોણના પ્રતાપ છે આ બધા?? પણ કોઇ સામે આવીને બોલવા તૈયાર નથી પણ આ અંગે જો પો.કમિશનરે જાણ થશે તો કેટલાયના તપેલા ચડી જાય તેમ છે.બનાવ અંગેની ચર્ચા જોઇએ તો બી-ડિવિઝનના તાબા હેઠળ એક ‘ખિસ્સા’ કાપવાનો બનાવ બન્યો હતો. ભોગ બનનાર ‘બાપુ’ ભારે લાગવગવાળા નિકળ્યા તેમણે બી-ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ પોતાના અન્ય સંપર્કો આ બાબતે ભારે કામે લગાડ્યા હતા. જેથી તેમને અહીં ખાતે ફરજ બજાવી ગયેલા ‘વીર’ પોલીસમેનની મદદ મેળવી હતી. વીર કોન્સ્ટેબલે ખિસ્સા કાતરૂનું વર્ણન સાંભળીને પછી એક ફોન કર્યો ‘કાળિયા પોલીસ સ્ટેશને આવીજા’ થોડી જ વારમાં કાળીયો સાક્ષાત બી-ડિવિઝનમાં પ્રગટ થયો હતો.વીર કોન્સ્ટેબલ તેની પાસેથી ભોગ બનનાર ફરિયાદીના રૂ.50 હજાર રોકડા પરત કરાવ્યા હતા અને સ્થાનિક તપાસનીશને મીઠા મોઢાના રૂ.20 હજાર અપાવ્યા હતા.

Read About Weather here

આમ પૈસા પરત મળી જતા ફરિયાદી ખુશ થઇ ગયા હતા. બી-ડિવિઝનના તપાસનીશને રૂ.20 હજાર મીઠામોઢાનાં કાળિયા દ્વારા મળી જતા તપાસનીશ પણ ખુશ થઇ ગયા હતા. વીર કોન્સ્ટેબલના કાળીયા ગેંગ સાથે ધનિષ્ઠ સંબંધો છે અને ઘણીવખત ‘વીર’ સાહેબ કાળીયાને ત્યાં હાઈ ક્વોલીટીના છાંટો પાણી કરવા પણ જતા હોવાનું સંપર્ક સુત્રોમાંથી જાણવા મળ્યું છે.ગંભીર વાત તો એ ગણી શકાય કે કાળીયો બજારમાં છૂટો ફરે છે. પ્રજાની ભીડમાં, વાહનમાં કે રસ્તે ચાલતા પોતાના ખિસ્સા અને મોબાઈલ સંભાળીને ચાલવું. આ વીર કોન્સ્ટેબલ બધા માટે સેટેલમેન્ટ માટે મળવા મુશ્કેલ છે. કેમકે તેઓ સ્પેશિયલ બ્રાંચનાં કોન્સ્ટેબલ છે અને ફક્ત સ્પેશિયલ કેસમાં જ આવે છે. કાળીયો અને તેની ગેંગ શરૂઆતમાં શાપર- વેરાવળ અને ગોંડલ બેલ્ટમાં સક્રિય હતી પણ તેણે હવે નવા સ્ટાફની ભરતી કરી છે એ રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ‘ડ્યુટી’ ઉપર લગાડી દીધા છે..!! તેથી હવે પ્રજાના પોકેટ સલામત નથી.કાળિયાનું સામ્રાજ્ય ઘણું વિશાળ છે. તેની સંપતિ અને કારીગરોની સંખ્યા પણ ઘણી વિશાળ છે. તેનું પ્રજાને લૂંટવાનું સામ્રાજ્ય સ્થાપવામાં ડિવિઝન અને સ્પેશિયલ બ્રાંચના કેટલાય ‘વીરો’ નું પ્રદાન મહત્વપૂર્ણ રહેલું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here