જેતપુર પંથકમાં રહેતી પરપ્રાંતિય યુવતિ કુંવારી માતા બની

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગોંડલનાં દેવકી ગાલોલ ગામે પિતા સાથે રહેતી અને ખેતમજુરી કરતી કુંવારી યુવતીએ રાજકોટની ઝનાના સરકારી હોસ્પીટલમાં પુત્રીને જન્મ આપતા તબીબોએ રીટ્રોગેટ એમ.એલ.સી. જાહેર કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

જાણવા મળતી વિગતો મુજબ મુળ એમ.પી.ના રાજપુરની વતની સુખીબેન રંગાભાઈ ડાયોર (ઉ.વ.21) અને હાલ પિતા રંગાભાઈ ડામોર સાથે વાડીમાં ખેતમજુરી કરતી કુંવારી યુવતીએ ગત તા.30 મે ના રોજ રાજકોટની ઝનાના હોસ્પીટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો. સૂત્રોમાંથી પ્રાપ્ત વધુ વિગતો મુજબ સુખીબેનને છેલ્લા થોડા સમયથી પાડોશમાં જ અશ્ર્વિનભાઈ વિઠ્ઠલભાઈ સરસીયાની વાડી વાવતા વિકાસ મોકણીયા નામના પરપ્રાંતીય યુવાન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.

Read About Weather here

વિકાસ મોકણીયા સાથે પ્રેમ થઈ જતા સુખી છેલ્લા બે માસથી પ્રેમી સાથે જ રહેતી હોય તેને ગર્ભ રહી ગયો હતો અને તા.30 મે ના રોજ તેણીને પ્રસુતીની પીડા ઉપડતા તાત્કાલીક રાજકોટ ખસેડવામાં આવી હતી. રાજકોટની ઝનાના હોસ્પીટલમાં સુખીબેને પુત્રીને જન્મ આપતા અને તે કુંવારી માતા બનતા ઝનાના હોસ્પીટલ તબીબ ડો. સૃષ્ટીબેન કપુરે રીટ્રોગેટ એમ.એલ.સી. જાહેર કરતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. સુખીના પિતા રંગાભાઈ ડામોરે વિગતો આપતા જણાવ્યું હતું કે પોતાની પુત્રીને પાડોશમાં જમીન વાવતા વિકાસ રમેશભાઈ મોહનીયા સાથે જ રહેતી હોય અને હવે તેણીએ પુત્રીને જન્મ આપતા તેઓ સુખીના વિકાસ સાથે વિધીવત લગ્ન કરાવી આપશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here