કોઈ પણ સભ્યની નિમણૂંક પાંચ વર્ષ માટે, અઢી વર્ષની પ્રથા નિયમ વિરૂધ્ધની છે: દિલીપ પટેલ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ બેઠક યોજવાની મનાઈ ફરમાવી હોવા છતાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સાધારણ સભા બોલાવી હોવાનો દાવો થયો છે. અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં છેલ્લા પોણા ચાર વર્ષથી સભ્ય રહેલા દિલીપ પટેલને પાછા બોલાવવા ઠરાવ કરી તેમની જગ્યાએ નવા સભ્ય તરીકે જામનગરના મનોજ અનડકટની વરણી કરવા દરખાસ્ત કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે એડવોકેટ દિલીપ પટેલે જણાવ્યું છે કે, આવી બેઠક ન યોજવા બેઠકના આગલા દિવસે જ એટલે કે, તા.28ના રોજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પત્ર લખી સૂચના આપી દીધી હતી. બીસીઆઈના સેક્રેટરી શ્રીમંતો સેનએ જારી કરેલો આ પત્ર બીસીજીના ચેરમેન અને સેક્રેટરીને સંબોધી લખાયો છે. જેમાં સ્પષ્ટ લખાયું છે કે નિયમ મુજબ આવી બેઠક બોલાવી શકાતી નથી. દિલીપ પટેલે કહ્યું કે, બીસીઆઈના નિયમો મુજબ કોઈ પણ સભ્યની નિમણૂક પાંચ વર્ષ માટે થાય છે. અઢી વર્ષની પ્રથા નિયમ વિરુદ્ધની છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એનરોલમેન્ટ કમિટીના ચેરમેન અનિલ કેલ્લા અને ભરત ભગતે જણાવ્યું હતું કે, રવિવારે સાધારણ સભા બોલાવાઈ હતી.

Read About Weather here

જેમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં પોણા ચાર વર્ષથી સભ્ય રહેલા રાજકોટના દિલીપ પટેલને રદ કરી તેમને પાછા બોલાવવા ઠરાવ થયો છે, તેમની જગ્યાએ જામનગરના મનોજ અનડકટની બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય તરીકે પસંદગી થઈ છે. જોકે બાર કાઉન્સિલના વિરોધ પક્ષના નેતા ગુલાબખાન પઠાણ અને રણજીતસિંહ રાઠોડે જણાવ્યું હતુ કે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ બેઠક યોજવાની મનાઈ ફરમાવી હતી. તેમ છતાં કયા કારણોસર અને કોના કહેવાથી આ બેઠક બોલાવવામાં આવી છે. તે સવાલો ઉઠે છે. આ તરફ નવા સભ્ય માટે જે વરણી થઈ છે તેની દરખાસ્ત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને મોકલશે હવે બીસીઆઈ તે સ્વીકારે છે કે નહી? તે યક્ષ પ્રશ્ર્ન બન્યો છે.દિલીપ પટેલે દાવા કરતા વધુમાં જણાવ્યું કે, બેઠક બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સૂચના વિરુદ્ધ અને નિયમ વિરુદ્ધ બોલવાઈ છે. જેથી બેઠકની કાર્યવાહી રદબાતલ ગણાય. બીસીઆઈ આ મામલે જવાબદારો સામે પગલાં પણ લઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here