જૂનાગઢનાં દંપતીની બાઈક પર ચારધામની યાત્રા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જૂનાગઢ પીજીવીસીએલમાં ફરજ બજાવતા કર્મચારી અને તેમના પત્નીએ બુલેટ પર ચારધામની યાત્રા કરવાનું નક્કી કર્યું હતું અને ગત તા.5 મેના તેની શરૂઆત કરી હતી. 20 દિવસ દરમ્યાન 5000 કિમી બાઈક ચલાવી તેઓએ ચારધામ યાત્રા પૂર્ણ કરી હતી અને તેઓ પરત જૂનાગઢ પહોંચ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

જૂનાગઢ પીજીવીસીએલમાં ફરજ બજાવતા શૈલેષભાઇ મજીઠીયા (ઉ.વ.55) અને તેના પત્ની હીનાબેન મજીઠીયા (ઉ.વ.51)એ આ વર્ષે લદાખની બાઈક યાત્રા કરવા વિચાર કર્યો હતો. પરંતુ બાદમાં આ દંપતીએ લદાખના બદલે ચારધામ યાત્રા કરવા નક્કી કર્યું હતું. આ દંપતીની વય 50 વર્ષથી વધુ હોવા છતાં યુવાનો જેવું સાહસ ખેડી ગત તા.5 મેના બુલેટ પર ચારધામની યાત્રાએ નીકળી ગયા હતા.

Read About Weather here

જૂનાગઢથી મોરબી સગાને ત્યાં રોકાઈ શામળાજી, ઉદયપુર થઈ તેઓ તા.8 ના હરિદ્વાર પહોંચ્યા હતા અને ત્યાંથી ઋષિકેશ, યમુનોત્રી, ગંગોત્રી કેદારનાથ, બદ્રીનાથ પહોંચ્યા હતા.વિજ કર્મચારી શૈલેષભાઇ મજીઠીયાએ જણાવ્યું હતું કે ક્યારેક દરરોજ 150 થી 200 તો ક્યારેક 250 કિમી બાઈક ચલાવ્યું હતું. જ્યાં જ્યાં ગયા ત્યાં કોઈ મુશ્કેલી થઈ નથી. બુલેટ 20 દિવસમાં પાંચ હજાર કિમીનું અંતર કાપી ચારધામની યાત્રા પૂર્ણ કરી જૂનાગઢ પહોંચ્યા હતા. કદાચ લોહાણા સમાજમાં બાઈક પર ચારધામ યાત્રા કરનાર આ પ્રથમ દંપતિ હશે કે જેણે 50 વર્ષથી વધુ વય હોવા છતાં યુવાનો પણ આવું સાહસ કરતા અચકાય એવું સાહસ કર્યું અને કોઈ મુશ્કેલી વગર યાત્રા સંપન્ન કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here