વોર્ડ નં.1, 2, 9 અને 10નાં વિસ્તારોમાં બુધવારે પાણી નહીં મળે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ શહેરમાં એક યા બીજા કારણોસર પાણીકાપ મુકવાની રાજકોટ મહાનગરપાલિકાની પરંપરા આગળ વધી રહી છે અને ભરઉનાળે વધુ એક પાણીકાપનો સામનો કરવાનો આવ્યો છે. વોર્ડ નં. 1, 2 અને 9 તથા 10 નાં કેટલાક વિસ્તારોમાં તા.1લી જૂન બુધવારનાં રોજ પાણી વિતરણ કરવામાં નહીં આવે તેવું મનપા વોટર વર્કસ વિભાગની યાદીમાં જાહેર જનતા જોગ જણાવવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

એઈમ્સ રાજકોટને પાણીનું કનેક્શન આપવા જોગવર્ક કરવાનું હોવાથી નર્મદા યોજના આધારિત ન્યારી ઓફટેક પર તા.1 જૂનને બુધવારે પાણીનો જથ્થો ઉપલબ્ધ થઇ શકશે નહીં. આથી રૈયાધાર આધારિત ગાંધીગ્રામ અને 150 ફૂટ રીંગરોડનાં હેડવર્કસ હેઠળનાં ઘણાબધા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

વોર્ડ નં.1 નાં આલાપ ગ્રીનસીટી, ગોવિંદનગર, ધરમનગર આવાસ યોજના, સનસીટી એન્કલેવ, 13 માળીયા આવાસ, રૈયાધાર મેઈન રોડ, જીવંતિકાનગર, ભાગ- 1 અને 2, નાણાવટી ચોક આવાસ યોજના, ખોડિયારનગર, ગૌતમનગર, સોપાન હાઈટ્સ વગેરે વિસ્તારોમાં પાણી વિતરણ એ દિવસે નહીં થાય.

Read About Weather here

વોર્ડ નં.2 નાં રંગ ઉપવન, છોટુનગર પોપટીયાપરા, મીરનગર, વિતરાગ નેમિનાથ સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, નુરાનીપરા, શિવપરા, ગુણાતીતનગર તથા વોર્ડ નં.9 નાં યોગીનગર, શિવમનગર, અક્ષર પાર્ક, પત્રકાર સોસાયટી, આલાપ એન્કલેવ, નિલકંઠ નગર, જનકપૂરી, સૌગુણ સોસાયટી, અમી સોસાયટી, તિરૂપતિનગર વગેરે વિસ્તારો તથા વોર્ડ નં.10 માં શક્તિનગર, નંદનવન સોસાયટી, રૂરલ હાઉસિંગ બોર્ડ, એજી સોસાયટી, પુષ્કરધામ વગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવું પડશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here