ATMમાં તોડફોડ કરી ચોરીનો કરવાનો પ્રયાસ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
પોલીસે ગણતરીના કલાકોમાં એક સગીર તેમજ એક ઇસમની ધરપકડ કરી હતી.વરાછાના એલ.એચ. રોડ સ્થિત અર્ચના સ્કૂલ નજીક વરૂણ કોમ્પ્લેક્ષની દુકાનમાં આવેલા એચડીએફસી બેંકના એટીએમમાં ગત રાતે ચોર ત્રાટક્યો હતો. વરાછા એલ.એચ. રોડના વરૂણ કોમ્પ્લેક્ષમાં એચડીએફસી બેંકના એટીએમમાં ઘુસેલા યુવાને એટીએમની તોડફોડ કરી ચોરી કરવાનો પ્રયાસ કરતા વરાછા પોલીસ દોડતી થઇ હતી. રાતે 2.24 કલાકે હાથમાં કોઇક સાધન લઇ ઘુસ્યો હતો અને એટીએમની તોડફોડ કરી હતી. જેમાં એટીએમનું અપરલોક, લીપ કેશ એક્ઝીટ, લોઅર લોક, સેફ ડ્રોઅર લોકને તોડી અંદાજે 50 હજાર રૂપિયાનું નુકસાન કર્યુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

એચડીએફસી બેંકના એટીએમમાં ચોરી કરવા ઘુસેલા ચોર અંગેની જાણ મહારાષ્ટ્ર બેંકના સર્વર રૂમમાં જાણ થઇ હતી. ત્યાંથી આ ચોરીની કોશિશની જાણ સુરત પોલીસને કરવામાં આવી હતી અને સુરત પોલીસ કંટ્રોલ રૂમમાંથી આ બનાવની જાણ વરાછા પોલીસને કરવામાં આવી હતી. જેથી વરાછા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.આ મામલે અલગ અલગ ટીમ બનાવી ગણતરીના કલાકોમાં જ એક બાળ કિશોર તેમજ આરોપી આત્મારામ ગોરખભાઇ રાઠોડને ઝડપી પાડ્યા હતા. આરોપીએ એટીએમમાં ચોરીની કોશિશ કરી ત્યારે તેમાં 31 લાખની રોકડ પડી હતી. જો કે સદનસીબે અહી મોટી ચોરી થતા રહી ગયી હતી. આ બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Read About Weather here

પોલીસે જણાવ્યું હતું કે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રી દરમ્યાન ચોરીની ઘટનાઓ ન બને તે આદેશ આપવામાં આવ્યો હતો કે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારની તમામ પીસીઆર મોબાઇલ વાનોને રાત્રીના પેટ્રોલીંગ દરમ્યાન સરકારી વાહનનુ સાયરન થોડા થોડા અંતરે વગાડવા સુચના કરી હતી. આ દરમ્યાન મહારાષ્ટ્ર ખાતેના HDFC બેંકની હેમા ટેક્નોલોજી પ્રા.લી. કંપનીના કંટ્રોલરૂમમાંથી મીલનભાઇ દ્વારા સુરત શહેર પોલીસ કંટ્રોલરૂમને આ બનાવની જાણ કરવામાં આવી હતી અને વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ દરમ્યાન પોલીસની ગાડીનું સાયરન વાગતા સાયરનનો અવાજ સાંભળી પોલીસ પકડી લેશે તેવા ડરથી આરોપી ચોરી કરવાનું પડતું મૂકી નાસી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here