નાઇજીરીયાની ચર્ચમાં નાસભાગમાં ૩૧ લોકોના મોત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સીએનએનએ પોલીસ અને સુરક્ષા અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. દક્ષિણપૂર્વ નાઇજિરિયન શહેર પોર્ટ હાર્કોર્ટમાં એક ચર્ચમાં કાર્યક્રમ દરમિયાન ભાગદોડ મચી જવાથી ઓછામાં ઓછા ૩૧ લોકો માર્યા ગયા અને સાત અન્‍ય ઘાયલ થતા અરેરાટી વ્‍યાપી ગઈ છે શનિવારે વહેલી સવારે ચર્ચમાં ભોજન લેવા આવેલા હજારો લોકોએ ગેટ તોડી નાખ્‍યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ ઘટનામાં મૃત્‍યુ પામેલા લોકોમાં મોટાભાગના બાળકો હતા.નાઇજીરીયાના સિવિલ ડિફેન્‍સ કોર્પ્‍સના પ્રાદેશિક પ્રવક્‍તા ઓલુફેમી અયોડેલના જણાવ્‍યા અનુસાર, આ દુઃખદ ઘટના સ્‍થાનિક પોલો ક્‍લબમાં બની હતી, જયાં નજીકના કિંગ્‍સ એસેમ્‍બલી ચર્ચે ગિફટ ડોનેશન ડ્રાઇવનું આયોજન કર્યું હતું. CNNએ તેમને ટાંકીને કહ્યું હતું કે, ‘ગિફટની વસ્‍તુઓના વિતરણની પ્રક્રિયા દરમિયાન, ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. મોટાભાગના જાનહાનિમાં બાળકો ભોગ બન્‍યા હતા.

Read About Weather here

‘સીએનએનએ રાજય પોલીસના પ્રવક્‍તા ગ્રેસ વોએન્‍ગીકુરો ઇરિંજ-કોકોને ટાંકીને જણાવ્‍યું હતું કે, જયારે નાસભાગ થઈ ત્‍યારે ભેટ આપવાની પ્રક્રિયા શરૂ પણ થઈ ન હતી. વોયેન્‍ગીકુરો ઇરીંજ-કોકોએ જણાવ્‍યું હતું કે, દરવાજા બંધ હોવા છતાં ભીડ બળજબરીથી સ્‍થળમાં પ્રવેશી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. ઘટના બાદ સાત ઘાયલોને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે.’વોયેન્‍ગીકુરો ઇરીંજ-કોકોએ કહ્યું, ‘૩૧ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here