કેનાલ જર્જરિત થતાં ચોમાસા માટે જોખમી

safdghકેનાલ જર્જરિત થતાં ચોમાસા માટે જોખમીjkzxcvbvcvvbbnmn,
કેનાલ જર્જરિત થતાં ચોમાસા માટે જોખમી
ચોમાસુ માથાપર છે. વાઘોડિયા નર્મદા કેનાલની અનેક શાખાઓ જર્જરીત હોવા છતા નર્મદા સિંચાઈ વિભાગે બિસ્માર કેનાલોને રિપેરીંગ કરવાની તસ્દિ નથી લિઘી. ત્યારે વાઘોડિયાના રામપુરા પાસે નર્મદા માઈનોર કેનાલમા અનેક જગ્યાએ ગાબડા જોવા મળી રહ્યા છે.ભ્રષ્ટ તંત્રને આંખે દેખાવા છતા રિપેરીંગ કરવાની તસ્દિ નથી લિઘી. RCCના ગાબડા ખરી પડતા સ્વભાવિક છેકે કેનાલની પાડ કમજોર થાય.

Visit Saurashtra Kranti Homepage here

અને ચોમાસા દરમ્યાન આ કેનાલ ભરાઈ જાય તેવા સમયે કેનાલ તુટતા અનેક ગામોના ખેડુતોને માથે હાથ દેવાનો વખત આવી શકે તેમ છે. ઠેરઠેર ગાબડા જોતા કેનાલોના કામોમા મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવુ જણાઈ રહ્યુ છે. ચોમાસુ માથાપર છે. ત્યારે કેનાલની અંદર ઠેક ઠેકાણે RCC તુટી ગયેલ છે.ત્યારે અઘિકારી બાબુઓએ પોતાની ચેમ્બર છોડી પાણી પહેલા પાડ બાંઘવાની જરુર સમજવી પડશે. ચોમાસામાં ખેડુતોના વાવેતરને નુકશાન પહોંચાડે તે પહેલા કેનાલનું સમારકામ શરુ કરાવાના બદલે જાણે જર્જરીત કેનલોના ગાબડા કેનાલની શોભા વઘારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.માત્ર આ વાત રામપુરા ગામ પુરતી મર્યાદિત નથી.

Read About Weather here

અનેક જગ્યાએ ગાબડા પડેલા છે. કેનાલમા અગાઊ પણ ગાબડાના કારણે ખેડૂતોને આર્થીક નુકશાન સહન કરવો પડ્યો છે. ત્યારે લોકોની માગ છે કે તંત્ર કુભકર્ણ નિદ્રામાંથી જાગે. અને સમય રહેતા સમારકામ હાથ ધરે.તો ચોમાસામા થનાર હોનારતથી ખેડુતોના નુકશાનને ટાળી શકાય તેમ છે. ત્યારે જોવાનુ રહેશે કે તંત્ર પોતાની બેજવાબદારીથી લોકોના રોષનો ભોગ બનવાનુ પસંદ કરે છે કે સમય રહેતા જર્જરીત કેનલોની મરામત કરવાનુ!અનેક કેનાલોની ઝારી ઝાખરા પણ સાફ નથી કરાયા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here