હોટલના કારીગરે જ કરી 45 હાજરની લુંટ…!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
પકડાયેલામાં એક આરોપી અમદાવાદી તવાફ્રાયમાં નોકરી કરતો હતો અને તેણે જ લૂંટારૂઓને કાઉન્ટરમાં લાખોની રકમ રહેતી હોવાની માહિતી આપી હતી. રાંદેર ઉગત કેનાલ રોડ પર અમદાવાદી તવાફ્રાયના માલિક અને કારીગરોની આખમાં રાત્રીના સમયે મરચાની ભૂકી નાખી રોકડ અને પર્સની લૂંટ કરતી ટોળકીના 2 રીઢા લૂંટારૂઓને ક્રાઇમબ્રાંચે રાંદેર ઊગત બોટનીકલ ગાર્ડન પાસેથી પકડી પાડયા છે.

Visit Saurashtra Kranti Homepage here

લૂંટ કરવા માટે 2 લૂંટારૂઓને અમદાવાદથી બોલાવ્યા હતા.ક્રાઇમબ્રાંચે ગાલીબઆલમ તૈયબઆલમ શેખ(21)(રહે,સૈયદપુરા,ચોકબજાર) અને ઉમર અબ્દુલ વારીસઆલમ શેખ (22)(રહે,મોરાભાગળ,રાંદેર)ને પકડી પાડી તેની પાસેથી 14 હજારની રોકડ, અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ-5 અને પાનકાર્ડ કબજે કર્યા હતા. હજુ 2 સાગરિતો ફરાર છે. જેને શોધવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.વધુમાં પોલીસે જણાવ્યું કે તવાફ્રાયના માલિક નોમાન જમીલ શેખ પાસે કાઉન્ટર પર લાખોની રકમ રહેતી હોવાની વાત ઉમર અબ્દુલે ગાલીબઆલમને કરી હતી.

Read About Weather here

જેથી ગાલીબઆલમે લૂંટ કરવા માટે સ્પેશીયલ અમદાવાદથી તેના બે સાગરિતો ખુશબર આલમ શેખ અને રાજુ આલમને 22મી તારીખે બોલાવ્યા હતા પછી તે વિસ્તારની રેકી કરી હતી બાદમાં 23મી તારીખે મળસ્કે કારીગરો અને માલિક દુકાનમાં સૂતા હતા તે વખતે શટલ ખોલી અંદર આવી કારીગરોની આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. પછી કાઉન્ટર પરથી 45 હજારની રોકડ અને માલિકનું પર્સ તફડાવી ગયા હતા.રીઢો આરોપી ગાલીબઆલમ વર્ષ 2018માં રાંદેરમાં વેપારીના 6 વર્ષના પુત્રનું અપહરણ કરી લાખોની રકમની માંગણી કરી હતી. બાકીની રકમ અમદાવાદના બે રીઢા લૂંટારૂઓ લઈને ચાલી ગયા હતા.જેમાં પણ ક્રાઇમબ્રાંચે તેને કોસંબાથી પકડી પાડી બાળકને મુક્ત કરાવ્યો હતો. હાલમાં ક્રાઇમબ્રાંચે 14 હજાર રિકવરી કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here