વી.વી.પી. કોલેજે શ્રેષ્ઠ આર્કિટેકચર કોલેજની કેટેગરીમાં દેશમાં પાંચમું સ્થાન મેળવ્યું

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વી.વી.પી.સંચાલીત ઈન્દુભાઈ પારેખ સ્કુલ ઓફ આર્કીટેક્ચર છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ઉચ્ચસ્તરના સ્થાપત્યકલા શિક્ષણ થકી સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાસભર, કૌશલ્યવાન અને પ્રખર રાષ્ટ્રવાદી આર્કીટેકટસનું સફળતાપૂર્વક ઘડતર કરી રહેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

તજજ્ઞ અને અનુભવી કર્મચારીગણ, આધુનિક સંશાધનો અને આયોજનબધ્ધ શૈક્ષણિક ક્રિયા-કલાપો થકી સૌરાષ્ટ્ર-કચ્છની સર્વ પ્રથમ આર્કીટેક્ચર કોલેજનું બહુમાન ધરાવતી ઈપ્સાએ સ્થાપત્યકલા શિક્ષણ ક્ષેત્રે આગવું અને માનભર્યું સ્થાન મેળવી અનેક સિધ્ધીઓ તથા પારીતોષિક પ્રાપ્ત કર્યા છે.

Read About Weather here

જેમાં રાષ્ટ્રની આર્કીટેક્ચર કોલેજોના માનવબળ, સંશાધનો, વ્યવસ્થા અને આયોજન, કિયા-કલાપો, શૈક્ષણિક ગતિવિધીઓ વગેરે અંગેની તલસ્પર્શી માહિતીની મુલવણી કરી શ્રેષ્ઠ આર્કીટેક્ચર કોલેજોના ક્રમાંક જાહેર કરવામાં આવેલ તે અનુસંધાને રાજકોટની વી.વી.પી.સંચાલીત ઈન્દુભાઈ પારેખ સ્કુલ ઓફ આર્કીટેક્ચરએ પોતાની સ્થાપત્યકલા શિક્ષણ વ્યવસ્થાની ઉચ્ચ ગુણવત્તાના જોરે ભારતભરની આર્કીટેક્ચર કોલેજોમાં પાંચમા ક્રમાંકની શ્રેષ્ઠ આર્કીટેક્ચર કોલેજ નો ખિતાબ તેમજ પશ્ર્ચિમ ભારતની કોલેજોમાં ત્રીજુ સ્થાન મેળવી શૈક્ષણિક ક્ષેત્રે રાજકોટ તથા ગુજરાતનું નામ રોશન કરેલ છે.ઈપ્સાએ મેળવેલ આ ઉપલબ્ધિ બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા, ટ્રસ્ટીગણ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર તથા ડો.નરેન્દ્રભાઈ દવે તથા ઈપ્સાનાં ડિરેકટર આર્કિ. કિશોરભાઈ ત્રિવેદીએ ઈપ્સાના શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક કર્મચારીગણને સહર્ષ બિરદાવી પ્રોત્સાહિત કરેલ હતા. તેમ યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here