શ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં.93માં પ્રવેશ પ્રક્રિયા શરૂ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત શ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં. 93 નાના મોકાજી સર્કલ પર આવેલી છે. આ શાળામાં શિક્ષણકાર્ય અદ્યતન અને હાઈટેક થવા જઈ રહ્યું છે. આમ તો શાળા પર્યાવરણ માવજત, મૂલ્ય શિક્ષણ તથા સર્વાંગી શિક્ષણ માટે ગુજરાતમાં જ નહીં રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી ચૂકી છે.

Visit Saurashtra Kranti Homepage here

શાળામાં બાળકના આરોગ્યથી લઈ રમતગમત, તેની શૈક્ષણિક કારકિર્દી સાથે સાથે બાળકના બાળમાનસમાં ઉચ્ચ વિચારોનું ઘડતર થાય તે માટે તમામ પ્રયાસો શાળા દ્વારા કરવામાં આવે છે. તે પણ તદ્દન મફત. સારા સંપૂર્ણ સરકારી શાળા છે. શાળામાં ભૌતિક સુવિધાઓ સાથે ટેલેન્ટેડ અને તાલીમી શિક્ષકો છે. શાળામાં રમત ગમત માટે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ઈન સ્કુલ પ્રોજેક્ટ ચાલે છે. જેમાં બાળકને રમતગમતની તાલીમ આપવા માટે બે સંપૂર્ણ સમયના કોચ મુકવામાં આવ્યા છે. ગણવેશ તથા અન્ય શૈક્ષણિક સામગ્રીઓ પણ આપવામાં આવે છે.

Read About Weather here

કલા મહાકુંભની, નવોદયની પરીક્ષા હોય કે વિવિધ સ્પર્ધાત્મક શિષ્યવૃત્તિની પરીક્ષાઓમાં શાળાના શિક્ષકો બાળકોને તૈયારીઓ પણ કરાવે છે. ધો. 8 સુધીની આ શાળામાં માત્ર ધો. 8 સુધીનું શિક્ષણ નહીં પરંતુ ધોરણ આઠ પછી પણ બાળક આગળ અભ્યાસમાં ક્યાં જોડાવવું તે માટેનું માર્ગદર્શન અને માહિતી પણ આપવામાં આવે છે. શાળામાં દિવ્યાંગ બાળકો માટેની પણ તમામ સુવિધાઓ છે. દીકરીઓ માટે શાળામાં સેનેટરી પેડ વેન્ડિંગ મશીન, ઈન્સીલીરેટર મશીન પણ મૂકવામાં આવ્યું છે. ધો. 1 થી 8 માં વહેલા તે પહેલા ધોરણે 12 જૂન સુધીમાં આપ પ્રવેશ મેળવી લો તેવી અપીલ આચાર્ય વનિતાબેન રાઠોડ દ્વારા કરવામાં આવી છે. આવી શાળામાં આવનાર બાળક પણ સમાજનું સર્વ શ્રેષ્ઠ નાગરિક બનશે તે ચોક્કસ છે તો શાળામાં પ્રવેશ મેળવવા માટે એકવાર શાળાની મુલાકાત જરૂર લેશો. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here