ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના 14 જિલ્લાઓના એક લાખ 23 હજારથી વધુ આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ખાતર, બિયારણ કીટ્સ વિતરણ યોજનાનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના મુજબ ખરીફ સીઝન માટે આદિજાતિ ખેડૂતોને ઉતર અને મધ્ય ગુજરાતનાં 7 જિલ્લાનાં 75 હજાર ધરતી પુત્રોને મકાઈનું બિયારણ અને ખાતરની કીટ અપાઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

દક્ષિણ ગુજરાતનાં 7 જિલ્લાઓનાં 48 હજાર જેટલા લાભાર્થીઓને સુધારેલા શાકભાજીનાં બિયારણ, ખાતર કીટનું વિતરણ કરાઈ રહ્યું છે. દરવર્ષે આ યોજના મુજબ રૂ.30 થી 35 કરોડનાં ખર્ચે અંદાજે 1 લાખથી વધુ આદિજાતિ ખેડૂતોને લાભ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આવા 11.69 લાખ ખેડૂતોને રૂ.260 કરોડથી વધુનો યોજનાકીય લાભ આપવામાં આવ્યો છે.

Read About Weather here

મુખ્યમંત્રીએ આ સાથે રાજ્યનાં આદિજાતિ વિસ્તારોમાં 143 આશ્રમ શાળાઓને મકાન માટે રૂ.83.96 કરોડનું પ્રોત્સાહક અનુદાન ઓનલાઈન અર્પણ કર્યું હતું. આદિવાસી બાળકોને શિક્ષણની સારી સુવિધા આપવા અત્યારે રાજ્યમાં કાર્યરત 661 આશ્રમ શાળાઓમાં 91 હજારથી વધુ આદિજાતિ બાળકોને રહેવા- જમવાની સગવડ સાથે ધો.1 થી 12 સુધીનું શિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here