ગાંધીનગરમાં સાંજે સહકારથી સમૃધ્ધિ સંમેલનને સંબોધન કરશે વડાપ્રધાન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ અને સભાને સંબોધન કર્યા બાદ બપોરે લગભગ 12:30 વાગ્યે ગાંધીનગર જવા રવાના થશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સાંજે 4 વાગ્યે યોજાનારા સહકાર સે સમૃધ્ધિ સંમેલનમાં વડાપ્રધાન ખાસ હાજરી આપી સહકારી સંસ્થાઓના નેતાઓને સંબોધન કરશે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારબાદ વડાપ્રધાન ઇફકો, કલોલ ખાતે નિર્મિત નેનો યુરીયા (લીક્વીડ) ખાતર પ્લાન્ટનું ઉદ્દઘાટન પણ કરશે. રૂ.175 કરોડનાં ખર્ચે આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખી નેનો યુરીયાનો ઉપયોગ વધારવા અતિઆધુનિક નેનો ખાતર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જ્યાં દરરોજ 550 મિલી લીટરની લગભગ દોઢ લાખ બોટલનું ઉત્પાદન થશે.ગુજરાતનું સહકારીક ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે એક રોલમોડેલ રહ્યું છે. રાજ્યમાં સહકારીક ક્ષેત્રમાં 84 હજારથી વધુ મંડળીઓ છે. જેની સાથે લગભગ 231 લાખ સભ્ય જોડાયેલા છે.

Read About Weather here

રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાનાં એક પગલા તરીકે મહાત્મા મંદિરમાં ‘સહકાર સે સમૃધ્ધિ’ વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓ અને આગેવાનોની હાજરીમાં સેમિનાર યોજાઈ રહ્યો છે. 7 હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લે તેવી સંભાવના છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સવારે મહાત્મા મંદિરની મુલાકાત લીધી હતી અને સહકાર સંમેલનની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. બેઠક વ્યવસ્થા, મુખ્ય મંચ સહિતની જગ્યાઓનું નિરીક્ષણ કરી મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપતા સૂચનો પણ કર્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી જગદીશ વિશ્ર્વકર્મા, મુખ્ય સચિવ પંકજ કુમાર સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here