ડિગ્રી વગર ડોક્ટર બનીને બેઠેલાની ધરપકડ

શહેરના લાખાજીરાજ રોડ પર આવેલા વર્ષો જુના ધોરાજીવાલા હાડવૈદ નામના દવાખાનામાં ડિગ્રી વગર દવાખાનું ચલાવી દર્દીઓની દવા સારવાર કરવામાં આવતી હોવાની માહિતી પરથી પોલીસે દરોડો પાડી વ્હોરા નુરૂદ્દીન ફખરૂદ્દીન ભારમલ (ઉ.વ.48-રહે. દિવાનપરા-18, લાખાજીરાજ રોડ)ની ધરપકડ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

એ-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઇ ટી. ડી. ચુડાસમા અને કોન્સ. દેવાંગભાઇ પાલાને બાતમી મળી હતી કે લાખાજીરાજ રોડ પર આવેલા ધોરાજીવાલા હાડવૈદ નામના દવાખાનામાં નુરૂદ્દીન ભારમલ કોઇપણ જાતની ડિગ્રી વગર દવાખાનુ ચલાવે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. આ માહિતી પરથી ત્યાં જઇ તપાસ કરવામાં આવતાં 10+12ની સાઇઝની ઓરડીમાં ચાલતાં ક્લીનિકમાં એક વ્યક્તિ ખુરશી પર જોવા મળી હતી.તેને પોલીસ તરીકે ઓળખાણ આપી મેડિકલ પ્રેકટીશની ડિગ્રી કે હોમિયોપેથીક અથવા આયુર્વેદિક કે બીજી કોઇપણ મેડિકલ ડિગ્રી હોય તો રજૂ કરવાનું કહેતાં તેણે પોતાની પાસે કોઇ ડિગ્રી નહિ હોવાનું જણાવ્યું હતું.

Read About Weather here

નુરૂદ્દીન ભારમલ ડિગ્રી વગર જ દર્દીઓને તપાસી એલોપેથી દવા આપતો હોઇ અને પોતે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો હોવાનું કહેતાં તેની સામે પોલીસ આઇપીસી 336 તથા મેડિકલ પ્રેકટીશનર એક્ટની કલમ 30 મુજબ ડિગ્રી વગર ડોક્ટરનો સ્વાંગ રચી બિમાર લોકોને તપાસી દવા આપી બેદરકારી ભર્યુ કૃત્ય કરવાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.પોલીસે ક્લિનીકમાંથી સ્ટીલની કાતર, દવાઓના પેકેટ, સીરપ, સ્કીન ક્રિમ, પાટા તેમજ ટેબલના ખાનામાંથી રૂા. 3300 રોકડા મળી રૂા. 5355નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ સુત્રોના કહેવા મુજબ ઝડપાયેલા નુરૂદ્દીનના પિતા ફખરૂદ્નિ ભારમલ જુના હાડવૈદ છે. તેની સાથે પુત્ર નુરૂદ્દીન વગર ડીગ્રીએ ડોક્ટર બનીને દર્દીઓની સારવાર કરવા માંડયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here