નવોદિત ઓલરાઉન્ડર પુષ્પરાજ જાડેજા: 101 રન કર્યા, 4 વિકેટ ઝડપી

નવોદિત ઓલરાઉન્ડર પુષ્પરાજ જાડેજા: 101 રન કર્યા, 4 વિકેટ ઝડપી
નવોદિત ઓલરાઉન્ડર પુષ્પરાજ જાડેજા: 101 રન કર્યા, 4 વિકેટ ઝડપી
જામનગરમાં બીસીસીઆઈ દ્વારા આયોજીત તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સંચાલિત અન્ડર -16 ઈન્ટર ડીસ્ટ્રીકટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં જામનગર ડીસ્ટ્રીકટ, જૂનાગઢ ડીસ્ટ્રીકટ અને જૂનાગઢ રૂરલ એમ ત્રણ ટીમો વચ્ચે ક્રિકેટનો જંગ ખેલાયો હતો, જેમાં જામનગરની ટીમે શાનદાર જીત મેળવી હતી.જામનગરના યુવા ક્રિકેટર પુષ્પરાજ જાડેજાએ પોતાનું ઓલરાઉન્ડર પરફોર્મન્સ દેખાડ્યુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

ઓલરાઉન્ડર પુષ્પારાજે વિજય વેળાએ કહ્યું કે, ‘મેં ઝુકેગા નહીં, ઔર ક્રિકેટ મેં તો રૂકેગા ભી નહીં.’જામનગર શહેરમાં આવેલા અજીતસિંહ ક્રિકેટ પેવેલીયન-ક્રિકેટ બંગલો ખાતે અંડર-16 (બોર્યસ) માટેની ઈન્ટર ડીસ્ટ્રીકટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ત્રણ ટીમો સામે ક્રિકેટનો જંગ ખેલાયો હતો. જેમાં જામનગર, જૂનાગઢ અને જૂનાગઢ રૂરલ એમ ત્રણ ટીમો વચ્ચે ત્રણ મેચ રમાયા હતા. જામનગર ડીસ્ટ્રીકટ ક્રિકેટની ટીમે શાનદાર દેખાવ સાથે માનભેર જીત મેળવી હતી. સામે જુનાગઢ અને જૂનાગઢ રૂરલ પુરી ટીમ 40 ઓવરની રમતા પહેલાં જ ઓલઆઉટ થઇ હતી.જામનગર-જૂનાગઢની પ્રથમ મેચમાં પુષ્પરાજ જાડેજાએ 101 રન ફટકારીને બેટીંગમાં પોતાનો દમ દર્શાવ્યો હતો તો 8 ઓવરમાં 32 રન આપીને 4 મહત્વની વિકેટ મેળવીને બોલીંગમાં પુષ્પારાજે કહ્યું કે, ક્રિકેટ મેં રૂકેગા નહીં.

Read About Weather here

જામનગરે ક્રિકેટ જગતને અનેક ક્રિકેટરો આપ્યા છે ત્યારે આગામી સમયમાં પણ ક્રિકેટમાં જામનગરનું નામ અને માન જાળવી રાખવા માટે પુષ્પરાજ મહેનત અને પ્રયાસ કરી રહ્યો છે. છેલ્લા આઠ વર્ષથી તે જામનગર ક્રિકેટ એસોસિએશનમાં કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે તાલીમ મેળવી રહ્યો છે. થોડા સમય પહેલા જ કોરોનામાં માતા-પિતાનો આશરો ગુમાવનાર પુષ્પારાજ ક્રિકેટ પ્રત્યે પોતાના શોખ અને મહેનતથી આગળ વધ્યો છે. કે.એલ. રાહુલને પોતાનો પ્રેરણાસ્ત્રોત માનનાર પુષ્પરાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું અને જામનગરનું નામ રોશન કરવાનાં સપના સાથે સતત મહેનત અને પ્રયાસ કરે છે. પુષ્પરાજ જાડેજા ઓપનીંગ બેસ્ટમેન તરીકે પણ સારૂ પર્ફોમેન્સ કરે છે તો તેની બોલીંગથી પણ સારા સારા ખેલાડીઓની વિકેટ લેવાની આવડત ધરાવે છે. આ તો ફીલ્મનો પુષ્પરાજ કયારે ઝુકતો નથી. પરંતુ ક્રિકેટનો પુષ્પારાજ ફીલ્ડીંગમાં ઝુકી પણ જાય અને રન રોકવા મજબુત દિવાલ બની જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here