વડાપ્રધાને PMJY યોજના શરૂ કરી, વિનામૂલ્યે આરોગ્ય સેવા પૂરી પાડતી વિશ્ર્વની સૌથી મોટી યોજના છે: મુખ્યમંત્રી

વડાપ્રધાને PMJY યોજના શરૂ કરી, વિનામૂલ્યે આરોગ્ય સેવા પૂરી પાડતી વિશ્ર્વની સૌથી મોટી યોજના છે: મુખ્યમંત્રી
વડાપ્રધાને PMJY યોજના શરૂ કરી, વિનામૂલ્યે આરોગ્ય સેવા પૂરી પાડતી વિશ્ર્વની સૌથી મોટી યોજના છે: મુખ્યમંત્રી
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ કે, જાહેર જીવનમાં પ્રધાનમંત્રીનો કાર્યકાળ ખૂબ લાંબો અને સફળ રહ્યો છે જેના આપણે સૌ ગુજરાતીઓ સાક્ષી છીએ, આપણે સૌએ એવું ગુજરાત જોયું છે કે જ્યાં વાળું ટાણે વીજળી જતી રહે, પાણી માટે તો કહેવતો બનતી હતી અને દીકરીની સુવાવળ માટે એમ્બ્યુલન્સ નહોતી મળતી પરંતુ માન.નરેન્દ્રભાઈ મોદીના સુશાસનની અંદર એમના સિદ્ધાંતો અને તેમની કાર્યશૈલીના પરિણામે આજે ગુજરાતે બહુમુખી વિકાસની કેળી કંડારી છે. આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સૌના સાથ અને સૌના વિકાસના પરિણામે ગુજરાત વિકાસનો પર્યાય બન્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

નરેન્દ્રભાઈએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે સુનિશ્ર્ચિત કર્યું છે કે, દરેક નાગરિકને આરોગ્ય સુખાકારી બની રહે. નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અંતરીયાળ વિસ્તારમાં સુપર મલ્ટી સ્પેસ્યાલિટી હોસ્પિટલો બની છે અને આપણી ભાવિ પેઢી એવા બાળકોની ચિંતા ગુજરાત સરકારે કરી છે. આજે આટકોટને પણ મલ્ટી સ્પેસ્યાલિટી હોસ્પિટલની અધ્યતન ભેટ મળી છે.ભરતભાઇ બોઘરાએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે આરોગ્યરૂપી સુર્યનો પ્રકાશ સૌરાષ્ટ્રના ગરીબ લોકોના ઘરે પહોંચે તે માટે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આપણા આંગણે આવ્યા છે ત્યારે દરેક સૌરાષ્ટ્રના ભાઇ-બહેનો વતી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીનુ સ્વાગત કરુ છું.મેડિકલમાં પ્રેકટીસ કરતો ત્યારથી માર મનમાં એક વિચાર હતો કે સૌરાષ્ટ્રના લોકો માટે સારવાર મળે તેવી હોસ્પિટલ બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જીવનમાંથી માર્ગદર્શન લઇને આજે 200 બેડની હોસ્પિટલનું લોકાર્પણ થયું છે. આપણે બઘા ગામડામાં નથી રહેતા આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિલમાં રહીએ છીએ.આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વ્યસ્ત શિડ્યુલમાંથી આપણા આરોગ્યની ચિંતા કરી આપણને પ્રોત્સાહન આપવા આવ્યા છે.

Read About Weather here

આયુષ્માન ભારતની યોજના દેશમાં આપનારા હોય તો તે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે કર્યું છે.આ હોસ્પિટલમાં 100 ટકા આયુષ્યમાન કાર્ડ ઘારકને લાભ મળશે. જે દર્દીને કાર્ડ રિન્યુલનો પ્રશ્ર્ન હશે તેના માટે આયુષ્યમાન ડેસ્ક રાખવામાં આવ્યું છે.આજે જસદણના આટકોટ ખાતે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેસ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું. હોસ્પિટલનું લોકાર્પણ કરી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતવાસીઓને આરોગ્ય ક્ષેત્રે મોટી ભેટ અર્પણ કરી છે. આટકોટમાં આશરે 40 કરોડના ખર્ચે 200 બેડની ચેરિટી હોસ્પિટલમાં ફાઇવસ્ટાર જેવી સુવિઘાઓથી સજ્જ હશે. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત કર્યુ તેમજ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું રેતી દ્વારા ચિત્રકામ કરેલ તસ્વીર ભેટ આપી સ્વાગત કર્યું. રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, સાંસદ સભ્યોઓ તેમજ શહેર અને જીલ્લાના ધારાસભ્યઓ, જીલ્લા અને શહેરના પદાધિકારીઓ તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરાએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું.આ કાર્યક્રમમાં હોસ્પિટલ મેનેજીંગ ટ્રસ્ટી અને પ્રદેશના ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરાએ સ્વાગત પ્રવચન કર્યું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here