બંધ કરાયેલી મુંબઈ-અમદાવાદ પેસેન્જર સહિત ત્રણ ટ્રેનો ફરીથી ચાલુ…!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા ટ્રેનો શરુ થયાની જાણકારી અપાઈ હતી.કોરોનામાં બંધ કરાયેલી 3 ટ્રેનો ફરી શરુ કરવાની જાહેરાત કરાઇ છે.મુંબઈ-અમદાવાદ, વલસાડ-વડોદરા અને સુરત-ભુસાવળ ટ્રેન ફરી પાટે ચડી છે. ટ્રેનો શરુ થઇ જતા દક્ષિણ ગુજરાત સહિત ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓને મોટી રાહત થઇ જશે.લાંબા સમયથી આ ટ્રેનો શરુ કરવા માંગ કરવામાં આવી રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પશ્ચિમ રેલવેના જીએમ અને રેલવે મંત્રી સહિતનાને આ ટ્રેનો ફરી શરુ કરી દેવા માંગ કરવામાં આવી હતી.કોરોના કાળમાં અને ત્યારબાદ દેશમાં મોટા પાયે વીજળી સંકટથી બચવા માટે પેસેન્જર ટ્રેનોને અટકાવવામાં આવી હતી જેથી કરીને દેશ મોટા સંકટમાંથી હેમખેમ બહાર નિકળી શકે,જોકે હવે ફ્રી પેસેન્જર ટ્રેનો અને એક્સપ્રેસ ટ્રેનો ફરીથી શરૂ કરવામાં આવી છે. મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ વચ્ચે ચાલતી 59349/40 ટ્રેન 19417/18 નંબર સાથે ફરી શરુ થશે.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે સુરત-ભુસાવળ અને મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ટ્રેનોની ગતિ પણ વધારવામાં આવી છે જેને કારણે મુસાફરોના સમયની પણ બચત થશે.ટ્રેનો ફરી શરુ કરવાની જાહેરાત થવાના કારણે આ રૂટ પર અપડાઉન કરતાં મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ છે.ટૂંક સમયમાં જ ત્રણેય ટ્રેનો પાટે ચડી જશે.જે ટ્રેનો ફરી શરૂ થઇ રહી છે તેમા વડોદરાથી વલસાડ વચ્ચે રોજ ચાલતી 59049/50 જે હવેથી -09161/62 નંબર સાથે શરૂ થવાને કારણે પાસ હોલ્ડરો અને વેકેશનમાં ફરવા જતાં પરીવારોને રાહત થશે. 59013/14 નંબર સાથે ચાલતી સુરત – ભુસાવળ પેસેન્જર 19005/06 નંબર સાથે ફરીથી શરૂ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here