પિસ્ટલ સાથે ત્રણ વ્યક્તિ ઝડપાયા…!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આ મામલે પોલીસે હથિયાર ખરીદનારા અને અન્ય બે મળી કુલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચે અમદાવાદમાં રહેતા મૂળ યુપીના યુવક પાસેથી ગેરકાયદે રાખેલી 6 નંગ પિસ્ટલ અને 526 નંગ કારતૂસો કબજે કર્યાં હતા.

Visit Saurashtra Kranti Homepage here

ક્રાઈમ બ્રાંચના એસીપી ડી.પી ચુડાસમાએ જણાવ્યું હતું કે, પીઆઈ પી.બી. દેસાઈ અને સ્ટાફના એએસઆઈ ઈદરિશખાન સામતખાનને મળેલી બાતમીના આધારે મોહંમદ સાજીદ ઉર્ફે લાલો મોહંમદ અસલમ શેખ ને તેના ઘરેથી ઝડપી તપાસ કરતા દેશી બનાવટની ચાર પિસ્ટલ તથા કાર્ટ્રિઝના 21 બોકસ (420 નંગ) તથા છૂટક 96 કાર્ટ્રિઝ મળ્યા હતા. પૂછપરછમાં આરોપીએ આ હથિયારો ભોપાલમાં રહેતા તેના મિત્રો ફરિદ અજમેરી તથા હૈદર પઠાણ પાસેથી મગાવ્યા હતા.ચાર મહિના પહેલા બંને અમદાવાદ આવીને હથિયારો વેચી ગયા હતા.

Read About Weather here

તેમાંથી સરખેજમાં રહેતા ઈદરશ ઉર્ફે ઈદુને તથા વેજલપુરમાં રહેતા મોહંમદ મહેબુબ ઉર્ફે આરિફ શેખને હથિયારો આપ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે બંનેની પણ ધરપકડ કરી તેમની પાસેથી 2 પિસ્ટલ અને 10 કાર્ટ્રિઝ કબજે કર્યાં હતા.આરોપીઓ પૈકી મોહંમદ સાજીદ ઉર્ફે લાલો 2011માં વેજલપુરમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ નદીમ સૈયદની હત્યા કેસમાં પકડાયો છે. તેની પર દુષ્પ્રેરણા, હથિયારો રાખવાના કેસ થયા છે. મોહંમદ ઈદરીશ પાલડી પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં તથા દરિયાપુરમાં મારામારીના કેસમાં પકડાયેલો છે.આરીફ સામે વેજલપુરમાં મારામારીના કેસો દાખલ થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here