રાજકોટમાં ‘આપ’ ની પરિવર્તન યાત્રાનું પરિભ્રમણ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં પરિવર્તન યાત્રા નિકળી છે . જેના ભાગરૂપે રાજકોટમાં વિધાનસભા-69 ના વિસ્તારમાં સવારે પંચનાથ મહાદેવની પૂજા અર્ચના કરી ચાલુ થઈ હતી.ત્યાંથી લીમડા ચોક, ઈગલ ચોક, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, રૈયા રોડ, હનુમાન મઢી, નિર્મળા રોડ, યુનિ. રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા રોડથી 150 ફુટ રીંગ રોડ, નાણાંવટી ચોક, એસ. કે. ચોક, લાખના બંગલા પાસે પૂર્ણ થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ પરિવર્તન યાત્રામાં આપ-નેતા ઈસુદાનભાઈ ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી રાજભા ઝાલા, રાજકોટ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલ, રાજકોટ શહેર ઉપપ્રમુખ દિનેશભાઈ જોષી તેમજ આપ કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયાએ હાજર રહી લોકોના અભિવાદન લીધેલ હતા. શહેર કારોબારીના હોદેદારો , તેમજ સોન પ્રભારીઓ, દરેક વોર્ડના હોદેદારો અને સભ્યો, દરેક મોરચાના હોદેદારો તેમજ સભ્યો આ પરિવર્તન યાત્રામાં બહોળી સંખ્યામાં બાઈક અને કાર સાથે હાજર રહ્યા હતા.

Read About Weather here

આ કાર્યક્રમ સફળ બનાવવા માટે રાજકોટ શહેર સંગઠન મહામંત્રી રાહુલભાઈ ભુવા, રાજકોટ શહેર મહામંત્રી સંજયસિંહ વાઘેલા, કે.કે. પરમારના માર્ગદર્શન તેમજ જહેમત ઉઠાવવામાં આવી હતી.આ થાત્રા ઇનચાર્જ તરીકે વોર્ડ નં.10 પ્રમુખ લાલજીભાઈ ચૌહાણ તથા ડોકટર સેલ પ્રમુખ ડો. પ્રદિપસિંહ ઝાલા તેમજ વોર્ડ નં.6, 7, 8, 9, 10 ના હોદદારો અને કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here