કોંગ્રેસનાં અગ્રણીઓએ માણ્યો રામકથાનો ભકિતરસ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ લોહાણા મહાજન દ્વારા શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.25ને બુધવારના રોજ ભારર્તીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવાડિયા, રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અર્જુનભાઈ ખાટરીયા, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અશોકભાઈ ડાંગર, ભરતભાઈ મકવાણા,

Visit Saurashtra Kranti Homepage here

દિનેશભાઈ મકવાણા, આગેવાન અશોકસિંહ વાધેલા, ગોપાલભાઈ અનડકટ પૂર્વ વિરોધપક્ષના નેતા અતુલભાઈ રાજાણી, કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ સહિતના કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ રામકથાનું શ્રવણ કર્યું હતું.વધુમાં પ્રદિપ ત્રિવેદીએ જણાવ્યું છે કે આ તકે રામકથામાં “જય જય શ્રી રામના નારા લાગ્યા હતા અને સમગ્ર વાતાવરણમાં રામભક્તિની લાગણી ભાવિકોમાં છવાઈ હતી. રાજકોટ લોહાણા મહાજન આયોજિત રામકથાનું મુખ્યવકતા પૂજ્ય ભુપેન્દ્રભાઈ પંડ્યાની અમૃતવાણીએ કથાનું ભાવિકોને રસપાન કરાવ્યું હતું.

Read About Weather here

લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારુ, ડો.નિશાંતભાઈ ચોટાઈ સહીતની સમગ્ર ટીમ દ્વારા કાબિલેદાદ આયોજન કરવામાં આવ્યું છે અને શ્રોતાઓ તલ્લીન થઇ શ્રી રામ ભગવાનની ભક્તિ કરી રહ્યા છે. જયારે ડોમ હાઉસફુલ થયો હતો ત્યારે સંપૂર્ણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટીમે ખડેપગે રહી યોગ્ય વ્યવસ્થા જાળવી હતી અને શ્રીરામકથાના આયોજનને સફળ બનાવ્યું હતું. રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શહેરના નગરજનોને રામકથાનું શ્રવણ કરવા અનુરોધ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here