ગરીબ વર્ગના બાળકોને ઉચ્ચતર શિક્ષણ મળે તેવા આશય સાથે મનપા દ્વારા રૂ.23 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુકત સ્કૂલ બનાવાશે

ગરીબ વર્ગના બાળકોને ઉચ્ચતર શિક્ષણ મળે તેવા આશય સાથે મનપા દ્વારા રૂ.23 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુકત સ્કૂલ બનાવાશે
ગરીબ વર્ગના બાળકોને ઉચ્ચતર શિક્ષણ મળે તેવા આશય સાથે મનપા દ્વારા રૂ.23 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુકત સ્કૂલ બનાવાશે
રાજકોટ શહેરમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય તેવા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે, આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ અધિકારીઓ સાથે અમુલ સર્કલ પાસે બની રહેલ ઈ-બસ ચાર્જીંગ ડેપો, ભગવતીપરા ખાતે બની રહેલ સ્કુલ અને વોર્ડ નં. 4માં બની રહેલ મહિલા ગાર્ડન કામગીરી સમીક્ષા કરી હતી. અમુલ સર્કલ પાસે ચાર્જિંગ સ્ટેશન અને અધતન સુવિધા સાથે મહિલા ગાર્ડન અને ગરીબ વર્ગના બાળકો માટે ઉચ્ચ અને સારું શિક્ષણ મળી રહે તેવા આશય સાથે ભગવતીપરા સ્કૂલ બનાવવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતુંભગવતીપરા વિસ્તારમાં ગરીબ વર્ગના લોકોના બાળકો સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તેવા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 23 કરોડના ખર્ચે 26100 ચો.મી. એરિયામાં અદ્યતન સુવિધાયુક્ત સ્કૂલ બનાવવામાં આવી રહી છે. જેમાં સ્પોર્ટ્સ સંકુલ, કેન્ટીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. હાલ કામગીરી ચાલી રહી છે અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા મ્યુનિ. કમિશનરએ એજન્સીને સુચના આપી હતી.અમુલ સર્કલ પાસે બનાવવામાં આવી રહેલ ઈ-બસ ચાર્જીંગ સ્ટેશન ખાતે એક સાથે 28 બસ ચાર્જ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ કામગીરી પૂર્ણ થવાના આરે છે અને પરચુરણ કામગીરી પૂર્ણ થયે લોકાર્પણની તૈયારીઓ કરવામાં આવશે.વોર્ડ નં. 4માં ગાર્ડન હેતુના 10590 ચો.મી. એરિયાના પ્લોટમાં મહિલાઓ માટે ગાર્ડન બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.

Read About Weather here

જેમાં થીમ બેઇઝ ગાર્ડન, મહિલા ગાર્ડન, બાળકો માટે ક્રિડાંગણ, ગઝેબો, ફીઝીકલ ફીટનેશ, વોકિંગ પાથ-વે, ફરકડી, સર્વિસ ગેઈટ વગેરેની સુવિધા બનાવવામાં આવી રહી છે. આ કામે સિવિલ વર્ક અંદાજિત રૂ. 65 લાખણો ખર્ચ થશે. આ ગાર્ડન બનવાથી આસપાસની 1200 થી 1400 મહિલાઓ તેનો લાભ લઇ શકશે.વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, સિટી એન્જી.ઓ પી.ડી.અઢીયા, કિશોર દેથરીયા, છછકના જનરલ મેનેજર અલ્પના મિત્રા, સહાયક કમિશનર જશ્મીન રાઠોડ, પી.એ.(ટેક.)ટુ કમિશનર રસિક રૈયાણી, છછકનાં ડેપ્યુટી જનરલ મેનેજર જયેશ કુકડિયા, ઉઊઊ સીતાપરા હાજર રહ્યા હતા. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here