કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ

કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ

રાજકોટ, તા.27રાજકોટથી 52 કિ.મી. દૂર આવેલા જસદણ તાલુકાનાં નાના એવા આટકોટ ગામમાં એક નવા ઈતિહાસનું આલેખન થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન અને દેશના માન્યવર લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી આવતીકાલ તા.28 ને શનિવારે આટકોટની ધરતી પર પધારી રહ્યા છે. આવતીકાલે વડાપ્રધાનનાં હસ્તે આટકોટમાં નિર્મિત અદ્યતન હોસ્પિટલનું લોકાર્પણ થનાર છે. ત્યારે ભાજપમાં જબરદસ્ત ઉત્સાહનું સુનામી ફરી વળ્યું છે. લોકલાડીયા વડાપ્રધાનનું શાનદાર, ભવ્ય અને ઐતિહાસિક સ્વાગત કરવા માટે ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આવતીકાલનાં અભૂતપૂર્વ કાર્યક્રમ માટે તમામ તૈયારીઓને આજે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગામેગામથી લોકો ઉમટી પડવાની સંભાવના છે. લગભગ બે લાખથી વધુ લોકોની હાજરીની શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી જનસમૂહને એમની લાક્ષણિક શૈલીમાં સંબોધન કરશે. ભાજપનાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનાં ટ્રસ્ટ દ્વારા નિર્મિત કે.ડી.પરવાડીયા હોસ્પિટલનું વડાપ્રધાનનાં હસ્તે આવતીકાલ શનિવારે સવારે 9:30 કલાકે લોકાર્પણ થશે.

વડાપ્રધાનનાં આગમનથી જંગી માનવ મેદની ઉમટી પડવાની ધારણા હોવાથી જસદણ તાલુકાનાં નાના એવા આટકોટ ગામનાં ઈતિહાસનો આ સૌથી મોટો કાર્યક્રમ બની રહેશે. આ માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. રાજ્ય સરકારથી માંડી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આટકોટમાં કાર્યક્રમ માટે વિશાળકાય અદ્યતન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે.

આટકોટમાં રૂ.50 કરોડનાં ખર્ચે તૈયાર થયેલી મીની એઈમ્સ જેવી અતિઆધુનિક હોસ્પિટલનું વડાપ્રધાનનાં હસ્તે લોકાર્પણ થવાનું હોવાથી જસદણ તાલુકા અને આટકોટ માત્ર નહીં સમગ્ર રાજકોટ જિલ્લાનાં ઈતિહાસમાં અગાઉ કદી ન જોવા મળ્યું હોય તેવી અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. પટેલ સેવા સમાજમાં તો જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમકે પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત હોસ્પિટલ વડાપ્રધાનનાં હસ્તે લોકોને અર્પણ કરવામાં આવી રહી છે અને સોનેરી અક્ષરે ઈતિહાસ રચાઈ રહ્યો છે. જાજરમાન સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ત્રણ કેન્દ્રીય મંત્રીઓ પરષોતમ રૂપાલા, મનસુખ માંડવિયા અને મહેન્દ્ર મુજ્પરા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગુજરાતનાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, વન અને ગૃહમંત્રીઓ સભા મંચ પર હાજર રહેશે.

સમારંભમાં અઢી લાખ લોકોનાં જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આટલો મોટો જમણવાર પણ ઐતિહાસિક બની રહેશે. વાહનો પાર્ક કરવા આસપાસનાં મેદાન સમથળ કરવામાં આવ્યા છે. જસદણ ચેમ્બર ઓફ કોમર્સે જંગી જનમેદની ઉમટવાની હોવાથી ચેમ્બર અને જીઆઈડીસીએ વેપારીઓ અને ધંધાર્થીઓને અડધો દિવસ દુકાનો અને કારખાના બંધ રાખવા અપીલ કરી છે. મોરબીની 14 કોલેજનાં 700 વિદ્યાર્થીઓને આટકોટ બોલાવાયા છે. જામનગર, અમરેલી, મોરબી, રાજકોટ સહિતનાં ડેપોમાંથી 300 એસ.ટી બસો ભાડે લેવામાં આવી છે.

અભૂતપૂર્વ સુરક્ષા: વડાપ્રધાનની ટોચની સુરક્ષા ધ્યાનમાં રાખી રાજકોટ અને આટકોટમાં 15 પાઈલોટ સાથે પાંચ હેલીકોપ્ટર આવી પહોંચ્યા છે. કાર્યક્રમ સ્થળની નજીક એ માટે પાંચ હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે. સમગ્ર કાર્યક્રમ સ્થળ પર એસપીજીએફ અને ચેતક કમાન્ડોએ પોઝીશન સંભાળી લીધી છે. રજેરજની જગ્યાનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપરાંત 1500 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે. કલેકટર, 6 ડે.કલેકટર અને 9 મામલતદાર સહિતનાં સ્ટાફને વહીવટી જવાબદારી સોંપાઈ છે.

વાહનોનું ડાયવર્ઝન: રાજકોટ- ભાવનગર હાઈ-વે પર સરધાર, આટકોટ પાસે મોટા વાહનોને કાર્યક્રમ પૂરો થયા સુધી ડાયવર્ડ કરવામાં આવશે. વીવીઆઈપી માટે આટકોટ- રાજકોટમાં પાંચ ઈમરજન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ તબીબો, ગ્રીન રૂમ, પીએમઓ રૂમ, સેટેલાઈટ ફોન, ઇન્ટરનેટ, 12 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ સ્ટાફની તૈયારીઓ કરવામાં આવી છે. પટેલ સેવા સમાજ ટ્રસ્ટનાં હોદ્દેદારો અને વહીવટીતંત્ર તૈયારીમાં કોઈ કચાસ છોડવા માંગતા નથી. હોસ્પિટલનાં વિવિધ વિભાગોનું લોકાર્પણ દાતાઓનાં હસ્તે થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રીઓ, પ્રદેશ પ્રમુખ પાટીલ, ત્રણ કેન્દ્રીય મંત્રીઓ, અતિથી વિશેષ તરીકે હાજર રહેશે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કચ્છનાં સાંસદ વિનોદ ચાવડા, વન અને પર્યાવરણમંત્રી કિરીટસિંહ રાણા પણ ખાસ હાજર રહેશે.

મુખ્ય દાતા શ્રીમતિ નયનાબેન ડાયાભાઈ ઠુંમર, નામકરણ દાતા હરેશભાઈ દામજીભાઈ પરવાડીયા ખાસ હાજર રહેશે. મેડીકલ આઈસીયુનું લોકાર્પણ ગગજીભાઈ સુતરીયા, પ્રફુલભાઈ પટેલ અને નવીનભાઈ પટેલ કરશે. જયારે સર્જીકલ આઈસીયુનું લોકાર્પણ ગોવિંદભાઈ ધોળકિયા રામકૃષ્ણ અને જ્યોતિ સીએનસી વાળા, પરાક્રમસિંહ જાડેજા કરશે. પીડીયાટ્રીક આઈસીયુનું લોકાર્પણ લવજી બાદશાહ, મનીષ મદેકા અને અનુભાઈ તેજાણી કરશે. નવજાત બાળક આઈસીયુનું લોકાર્પણ સવજીભાઈ ધોળકિયા અને પ્રવિણભાઈ જસાણી કરશે. જયારે ગાઇનેક વિભાગ લાલજીભાઈ પટેલ તથા જયેશ દેસાઈ ખુલ્લું મુકશે.

Read About Weather here

રેડિયોલોજી વિભાગનું લોકાર્પણ ચંદુભાઈ વિરાણી (બાલાજી વેફર્સ) અને ધીરુભાઈ મહેતા, શિવાનંદ મિશન પેથોલોજી વિભાગનું લોકાર્પણ મૌલેશભાઈ ઉકાણી અને મનસુખભાઈ પાન, ડાયાબીટીશ વિભાગનું લોકાર્પણ મથુરભાઈ સવાણી અને સત્યજીત કુમાર ખાચર કરશે. ઓપરેશન થીયેટરનું લોકાર્પણ ઘનશ્યામભાઈ શંકર અને મનુભાઈ કાકડીયા, અરવિંદભાઈ પટેલ, ટી.ડી.પટેલ તેમજ ફાર્મસી વિભાગનું મનહરભાઈ સાસપરા, મનસુખભાઈ દેવાણી, સ્ત્રી જનરલ વોર્ડનું કેશુભાઈ ગોટી તથા કિશોર વિરાણી, પુરૂષ વોર્ડનું ધનજીભાઈ ધોળકિયા અને મનસુખ કોરડીયા, બાળકોનાં જનરલ વોર્ડનું વેલજીભાઈ સેતા તથા શૈલેષ હિરપરા, સ્પેશિયલ રૂમનું ખોડાભાઈ બોઘરા, ભીખાભાઈ આંબલીયા, પ્રેમગીરી ગોસ્વામી, રમેશ વાછાણી, મનજીભાઈ ગજેરા, ગોગનભાઈ પાનસુરીયા, રામજીભાઈ લીંબાસીયા, ખીમજીભાઈ ભાયાણી, હીરજીભાઈ લુણાગરીયા, જાદવભાઈ કાકડીયા અને વલ્લભભાઈ અસલાલીયા લોકાર્પણ કરશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here