મનપાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કરાઈ કામગીરી 11 સ્થળોએ ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ, તા.26 મ્યુનિ. કમિશનર અમીત  સુચના અનુસાર તથા નાયબ કમિશનર ચેતન નંદાણીની અધ્યક્ષતામાં ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યાને અંતર્ગત માન. કમિશનર દ્વારા રજુ કરાયેલ એકશન પ્લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા

Visit Saurashtra Kranti Homepage here

દ્વારા આજે વન ડે વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના  નં.14 માં સમાવિષ્ટ લક્ષ્મી વાડી આરોગ્ય કેન્દ્રથી કાન્તા વિકાસ ગૃહ મેઈન રોડ પર ફૂટપાથ, માર્જિન તથા રોડમાં થયેલ નીચેની વિગતેના દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ 11 સ્થળોએ દબાણ દુર કરી અંદાજે 6027 ચો. ફૂટ પાર્કિંગ/રસ્તા પૈકીની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે.

Read About Weather here

આ કામગીરીમાં  ઝોનના ડેપ્યુટી કમિશનર, સીટી એન્જીનીયર સેન્ટ્રલ ઝોન તેમજ સેન્ટ્રલ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા  તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ. તેમ જણાવ્યું છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here