વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આસપાસ જનાર કર્મચારીઓ માટે કોવિડ ટેસ્ટ ફરજીયાત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં  ના રોજ પટેલ સમાજ સંચાલિત કે.ડી.પી.હોસ્પિટલનું લોકાર્પણ થનાર છે. જેને અનુસંધાને જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ બેઠકમાં કલેકટરે હેલિપેડ સ્થળ અને કોન્વોયની કામગીરી અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. ફાયર સેફટી, મેડિકલ ટીમ, બી.એસ.એન.એલ. હોટલાઈનની વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત  બેઠક વ્યવસ્થાનું સુચારુ આયોજન કરવા તાકીદ કરી હતી. સભાસ્થળ પર સામાન્ય જનતાના આરોગ્યની કાળજી રાખીને એકસ્ટ્રા એમ્બ્યુલન્સ, સિનિયર ડોક્ટર અને ફિઝિશયન ટીમને સ્ટેન્ડ બાય રાખવા સૂચના આપી હતી.

Read About Weather here

વધુમાં કલેકટરે કાર્યક્રમ સમયે પી.એમ.ની આસપાસ કામગીરી કરનાર અધિકારીઓ અને  કર્મચારીઓના ફરજીયાત આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરવા જણાવ્યું હતું. કાયદા અને વ્યવસ્થાના ભાગરૂપે  પાસ અંગે થયેલી કામગીરીની માહિતી મેળવી હતી. સાથો સાથ  સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, ડી.વાય.એસ.પી. ડીઓરા, એસ.પી.જી. રવિન્દ્ર મલિક, ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેર, મેડિકલ ઓફિસર મહેન્દ્રભાઈ ચાવડા, એર ટ્રાફિક ક્ધટ્રોલર, ઇન્ડિયન એર એવીએશન, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિતના  ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here