મનોદિવ્યાંગ દીકરીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ સ્થિત 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ પાસે ગુજરાત ફોજીંગ કંપનીની પાછળ આવેલ એકરંગ સંસ્થાની મનોદિવ્યાંગ દિકરીઓના સ્વાસ્થ્ય, સલામતી અને તંદુરસ્તી જળવાઇ રહે તે હેતુથી સંસ્થાની દિકરીઓની હેલ્થ  અંતર્ગત મેડીકલ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

એકરંગ સંસ્થા દ્વારા વિષમ પરિસ્થિતિમાં પણ મનોદિવ્યાંગ દિકરીઓની યોગ્ય સારસંભાળ અને કાળજી રાખતી સંસ્થા દ્વારા સંસ્થાની મનોદિવ્યાંગ દિકરીઓ માટે ગત તા.21/પ ના રોજ રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉનના સહયોગથી રોટરી હોસ્પિટલ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ તથા મેડીકલ ચેક અપ કેમ્પનું આયોજન  આવેલ. જ્યાં એકરંગ સંસ્થાની દિકરીઓ માટે આંખોની તપાસ, દાંતની તપાસ, હિમોગ્લોબીન, સુગર લેવલ ચેક અપ તેમજ થાઇરોઇડ જેવા ટેસ્ટ કરાવવામાં આવેલ. રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉનના પ્રમુખ સંદીપભાઇ બાવીશીના માર્ગદર્શન હેઠળ ક્લબના પ્રવૃતિશીલ સભ્ય અને ભૂતપૂર્વ પ્રમુખ ડો. બાનુબેન ધકાણ અગ્રેસર રહી સંસ્થાની દિકરીઓની હેલ્થ સારવાર અંતર્ગત મેડીકલ ચેક  કાર્યક્રમનું આયોજન કરાયું.

Read About Weather here

 જેમાં સંસ્થાની દિકરીઓને હોસ્પિટલ સુંધી લાવવા લઇ જવાની સગવડતાથી લઇને લેબોરેટરી ચેક અપ પૂર્ણ થતા દિકરીઓ માટે મવાની વ્યવસ્થા પુરી પાડવા સુધીની સગવડતા ક્લબના સભ્યો દ્વારા પુરી પાડવામાં આવેલ. રોટરી મિડટાઉન હોસ્પિટલના સંચાલક કલ્પરાજભાઇ મેહતા દ્વારા એકરંગ સંસ્થાની દિકરીઓ માટે દરેક લેબોરેટરી ટેસ્ટ રીપોર્ટ કરાવવાની ટ્વસ્થા  આવેલ જે અંતર્ગત હોસ્પિટલના દરેક સેવાભાવી સ્ટાફનો પણ પુરતો સહયોગ મળી રહેલ. એકરંગ સંસ્થાના પ્રમુખ દિપીકાબેન કમલેશભાઇ પ્રજાપતિ દ્વારા રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉનના પ્રમુખ સંદીપભાઇ બાવીશી, ક્લબના દરેક સભ્યો તથા હોસ્પિટલના સંચાલનકર્તા કલ્પરાજભાઈ મહેતા તથા સ્ટાફ મેમ્બર્સનો આભાર વ્યક્ત કરેલ છે. તેમ યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here