મિક્સ દૂધ (લુઝ)ના પાંચ નમુના નાપાસ

મિક્સ દૂધ (લુઝ)ના પાંચ નમુના નાપાસ
મિક્સ દૂધ (લુઝ)ના પાંચ નમુના નાપાસ
વન વીક વન રોડ અંતર્ગત મહાનગરપાલિકાનાં ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના પુજારા પ્લોટ મેઈન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીનાં ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 14 ફૂડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ ચકાસણી દરમ્યાન પાંચ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ ચાર નમુના લેવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

લક્ષ્મીવાડી, પુજારા પ્લોટ મેઈન રોડ પર આવેલ રાજસ્થાન સુપર માટલા કુલ્ફીમાંથી માવા મલાઈ કેન્ડી (લુઝ), ઓમનગર સર્કલ પાસે, 150 ફૂટ રીંગરોડ પર ભગવતી રસમાંથી કેરીનો રસ (લુઝ), શિવમ સોસા.મેઈન રોડ, આરટીઓ પાછળ આવેલ જય બાલાજી ડેરી ફાર્મમાંથી ભેંસનું દૂધ (લુઝ) અને શ્રીરામ સોસાયટી, આરટીઓ પાછળ આવેલ જયશ્રી શિવશક્તિ દુગ્ધાલયમાંથી મિક્સ દૂધ (લુઝ) નાં નમુના લેવામાં આવ્યા છે.

Read About Weather here

નાપાસ થયેલ નમુનાની વિગત:-મિક્સ દૂધ (લુઝ): નાગજીભાઇ ખોડાભાઈ સિંધવ, સ્થળ- શ્રી કેશર વિજય ડેરી ફાર્મ -હસનવાડી મેઇન રોડ, રિઝલ્ટ: સબસ્ટાન્ડર્ડ, નાપાસ થવાનું કારણ- ધારા ધોરણ કરતા જગઋ ઓછા, મિક્સ દૂધ (લુઝ): રિજ્ઞેશભાઇ જયંતભાઈ વોરા, સ્થળ- શ્રી સ્વામિનારાયણ ડેરી ફાર્મ- સહકાર સોસાયટી મેઇન રોડ, રિઝલ્ટ: સબસ્ટાન્ડર્ડ નાપાસ થવાનું કારણ- ધારા ધોરણ કરતા જગઋ ઓછા, મિક્સ દૂધ (લુઝ): રાજેન્દ્રકુમાર કિરીટભાઇ સિંઘવ, સ્થળ- નીલકંઠ ડેરી ફાર્મ- ગાયત્રીનગર મેઇન રોડ, રિઝલ્ટ: સબસ્ટાન્ડર્ડ નાપાસ થવાનું કારણ- ધારા ધોરણ કરતા ફેટ ઓછા, મિક્સ દૂધ (લુઝ): નિતેશકુમાર કુરજીભાઇ રણપરિયા, સ્થળ- બારસાના ડેરી ફાર્મ- હરિધવા રોડ, પટેલ ચોક, રિઝલ્ટ: સબસ્ટાન્ડર્ડ નાપાસ થવાનું કારણ- ધારા ધોરણ કરતા ફેટ તથા જગઋ ઓછા, મિક્સ દૂધ (લુઝ): ભુવા ઉમેશભાઈ લાલજીભાઈ, સ્થળ- વૃંદાવન ડેરી ફાર્મ- હરિધવા રોડ, રાજલક્ષ્મી સોસાયટી, રિઝલ્ટ: સબસ્ટાન્ડર્ડ નાપાસ થવાનું કારણ- ધારા ધોરણ કરતા જગઋ ઓછા હોવાનું મનપાનાં ડેઝીગ્નેટેડ ઓફિસરએ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here