રાજકોટમાં ગૌપ્રેમી રમેશ ઠકકરના જન્મદિન નિમિતે પ્રેરક સેવાકાર્ય

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટના ગૌ પ્રેમી, જીવદયા પ્રેમી અને શ્રીજી ગૌશાળા, કરૂણા ફાઉન્ડેશન, દીકરાનું ઘર-વૃધ્ધાશ્રમ જેવી સંસ્થાઓમાં સક્રીય રહી તન મન ધનથી સેવા આપતા રમેશભાઈ ઠકકર આગામી તા.1 લી જુનના રોજ 73 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ નિમિતે ઠકકર પરીવારના ડો. મયંક ઠકકર, ગૌરાંગ ઠકકર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ તા.25 મેથી 25 જુન એક માસ સુધી અલગ-અલગ રકતદાન શિબિરોનું આયોજન કરી અગીયારસો (1100) થી વધુ રકતદાતાઓ દ્વારા રકત એકત્ર કરી જરૂરતમંદ દર્દીઓ તેમજ થેલેસેમિક બાળકોને અર્પણ કરાશે.

Visit Saurashtra Kranti Homepage here

આજરોજ સેવામય ઉજવણીના ભાગરૂપે રાજકોટ શહેરનું મેટોડા થિત મોટુ ઔદ્યોગિક એકમ એન્જલ પંપના સંચાલક કિરીટભાઈ આદ્રોજા દ્વારા મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ. જેમાં 101 થી વધુ યુવાનોએ રકતદાન કર્યું હતું.

આ રકતદાન શિબિરનું ઉદઘાટન ઉદ્યોગપતિ અને એન્જલ પંપના મોભી શિવલાલભાઈ આદ્રોજા, રમેશભાઈ ઠકકર દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે અશ્ર્વિનભાઈ આદ્રોજા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, ધ્રુવ આદ્રોજા, યુવા અગ્રણી મુકેશ દોશી, વિજય ડોબરીયા, ધીરૂભાઈ કાનાબાર, મિતલ ખેતાણી, ડો. મયંક ઠકકર, યુવા ઉદ્યોગપતિ રાજુભાઈ કાલરીયા, વાંકાનેર સ્થિત ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલ, સુનિલ વોરા, પૃવિણ હાપલીયા, મેટોડા જી.આઈ.ડી.સી. ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, જાણીતા ઈન્ટીરીયર ડિઝાઈનર હરેશ પરસાણા, ચેમ્બર ઓફ કોમર્સનાં ડાયરેકટર પાર્થ ગણાત્રા, ગૌરાંગ ઠકકર સહિતના મહાનુભાવો હાજર રહયા હતા.

Read About Weather here રકતદાન શિબિરમાં રકતદાન કરનાર પ્રત્યેક રકતદાતાઓને એન્જલ ગ્રુપ દ્વારા સ્મૃતિપત્ર તેમજ આકર્ષક ભેટ આપવામાં આવેલ. આ શિબિરમાં એકત્ર થયેલ રકત રાજકોટની સિવિલ હોસ્પિટલને અર્પણ કરાયો હતો.  સમગ્ર રકતદાન શિબિરની સંપુર્ણ વ્યવસ્થા કિરીટભાઈ આદ્રોજાના નેતૃત્વ નીચે એન્જલ ગ્રુપના લાલજીભાઈ રાઠોડે સંભાળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here