આવતા ત્રણ દાયકા ભાજપ છવાયેલો રહેશે: પ્રશાંત કિશોર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
દેશના જાણીતા ચૂંટણી વ્યૂહબાજ અને હવે ખૂદ રાજનીતિમાં નેતાનાં કલેવર ધારણ કરનાર પ્રશાંત કિશોરે એવું સ્પષ્ટ મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે, આવનારા કેટલાય દાયકાઓ સુધી ભાજપ મજબુત અને શક્તિશાળી ચૂંટણી તાકાત બની રહેશે. દેશમાં આવનારા 25 થી 30 વર્ષ સુધી રાજકારણ ભાજપની આસપાસ જ ફરતું રહેશે. તમે કા તેની સાથે છો અથવા તેની સામે છો તેવી સ્થિતિ રહેશે. એટલે કોંગ્રેસે વિપક્ષનાં પાટલે બેસવાનું શીખવું પડશે.

Visit Saurashtra Kranti Homepage here

એક ખાસ કાર્યક્રમમાં પોતાના મંતવ્ય વ્યક્ત કરતા દેશના અગ્રણી ચૂંટણી વ્યૂહબાજ પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, જે ઉપર ચડે છે એ નીચે આવે છે એ સાચું પણ મને લાગે છે કે, ભાજપ સાથે અત્યારે એવું નહીં બને. તમે રાષ્ટ્રીય કક્ષાએ 30 ટકાથી વધુ મત મેળવો છો તો તમે ચૂંટણી રાજકારણમાં ટકી રહો છો. તમને કોઈ હટાવી શકતું નથી. જો કે તેનો અર્થ એવો પણ નથી કે ભાજપ દરેકે દરેક ચૂંટણી જીતી લેશે. પણ મતલબ એ છે કે જે રીતે અગાઉ 40 થી 50 વર્ષ સુધી રાજકારણ કોંગ્રેસની આસપાસ જ રહ્યું હતું. એવું 20 થી 30 વર્ષ સુધી ભાજપ સાથે બની શકે છે.

કોંગ્રેસનાં પતનના કારણો પર પ્રકાશ ફેંકતા પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, 1967 માં ઇન્દિરા કોંગ્રેસ તરીકે અત્યારની કોંગ્રેસનું અસ્તિત્વ રચાયું હતું. 1985 થી કોંગ્રેસનું એક રાજકીય પક્ષ તરીકે અધપતન થઇ રહ્યું છે. છેલ્લા 1984 માં કોંગ્રેસને એકલા હાથે દેશની ચૂંટણી જીતવામાં સફળતા મળી હતી એ પછી એ જાતે કદી જીતી શકી નથી. વચ્ચેના સમયમાં પણ કોંગ્રેસે 15 વર્ષ રાજ કર્યું હતું. જે ગાળામાં એકવાર નરસિંહ રાવની લઘુમતી સરકાર હતી અને એકવાર મિશ્ર સરકાર હતી.

Read About Weather here

તેમણે ઉમેર્યું હતું કે, કોઈપણ પક્ષ કદી રાષ્ટ્રીય કક્ષાએ 40 ટકાથી વધુ મત મેળવતો નથી. એનો અર્થ એ થયો કે તમે દેશની ગાદી મેળવી લીધી હોય તો પણ તમને મત આપનાર કરતા તમારો વિરોધ કરનારા લોકોની સંખ્યા વધુ રહે છે. આ ગણિત સૂચવે છે કે તમારે કદી વિરોધ પક્ષની અવગણના કરવી જોઈએ નહીં. કોંગ્રેસ દાયકાઓથી સતા સ્થાને રહ્યો છે એટલે વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા શીખવું પડશે. કોંગ્રેસ માટે મજબુત વિપક્ષ બનવું એ પણ એક પડકાર રહેશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here