ૐ શ્રી ગુજરાતી શ્રી ગૌડ માળવીય યુવા ટ્રસ્ટ દ્વારા સમસ્ત બ્રહ્મસમાજના પરિવારો માટે ઈ-શ્રમિક કાર્ડ કેમ્પ યોજાયો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ૐ શ્રી ગુજરાતી શ્રી ગૌડ માળવીય યુવા ટ્રસ્ટ સમસ્ત બ્રહ્મસમાજના પરિવારો માટે નાના ધંધાર્થીઓ, ગૃહકામ કરતી મહિલાઓના ઉત્કર્ષ માટે ઈ-શ્રમિક કાર્ડના યોજવામાં આવ્યો હતો.હાલમાં આવા કામદારો કે નાના કાર્ય કરી ઘરનું ગુજરાન ચલાતા લોકો કે જેઓ બધા અસંગઠીત ક્ષેત્રોમાંથી આવે છે. તેઓને એક ઓળખ આપવા માટે ઈ-શ્રમિક કાર્ડ ખૂબ જ અગત્યનું છે. જેમાં દરેકને એક ઓળખ નંબર આપવામાં આવે છે. વધુમાં ટ્રસ્ટના પ્રમુખ નિરજભાઈ ભટ્ટ જણાવે છે કે, ઈ-શ્રમિક કાર્ડમાં દરેકને બે લાખ સુધીનું વિમા કવચ મળે છે અને આંશિક અપંગતામાં 1 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. હાલમાં આ યોજનાની શરૂઆત હોય ભવિષ્યમાં ઈ-શ્રમિક કાર્ડ અંતર્ગત બીજા અન્ય લાભો પણ મળી શકે છે. આ કાર્યક્રમમાં બ્રહ્મસમાજવના નાના વર્ગના લોકોએ બહોળી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવી ઈ-શ્રમિક કાર્ડ માટે લાભ લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ૐ શ્રી ગુજરાતી શ્રી ગૌડ માળવીય યુવા ટ્રસ્ટ દ્વારા આ આયોજનમાં દિપ પ્રાગ્ટય હરેશભાઈ જોષી (ભાજપ કાર્યાલય મંત્રી), જયંતભાઈ ઠાકર (મહાનગરપાલિકા, કાર્યાલય મંત્રી), રાજેશભાઈ ત્રિવેદી (શ્રીમાળી બ્રહ્મસમાજ, પ્રમુખ), જયભાઈ પુરોહિત (ભૂદેવ સેવા અગ્રણી), નલિનભાઈ ભટ્ટ (ગૌડ માળવીય બ્રહ્મસમાજ ટ્રસ્ટી), જવંદનભાઈ ભટ્ટ (ગૌડ માળવીય બ્રહ્મસમાજ ટ્રસ્ટી),જીજ્ઞેશભાઈ જોષી (બ્રહ્મઅગ્રણી, ભાજપ વોર્ડ નં. 18 પ્રભારી), મહેમાનોનું સ્વાગત સર્વ નિરજભાઈ ભટ્ટ, મીતભાઈ ભટ્ટ, પિયુષભાઈ ભટ્ટ, ભાવેશભાઈ જોષી, પંકજભાઈ મહેતા અને વિશાલભાઈ ઉપાધ્યાય દ્વારા પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

Read About Weather here

અંતમાં આ બ્રહ્મસમાજના ઉત્કર્ષ માટે તથા સામાજીક કાર્ય માટે ‘બ્રહ્મપુરી’ ને નિ:શુલ્ક જયાં સેવા કાર્ય માટે નિ:શુલ્ક વ્યવસ્થા કરી આપેલ તે બદલ તેમનો પણ યુવા પ્રમુખ નિરજભાઈ ભટ્ટે આભાર માન્યો હતો. કાર્યક્રમની આભારવિધી ડો. રાજેશભાઈ ત્રિવેદી (શ્રીમાળી બ્રહ્મસમાજના પ્રમુખ) એ કરી હતી અને આવેલ મહાનુભાવો તથા અગ્રણીઓએ આ આયોજનમાં ઉપસ્થિત રહી પ્રેરણા તથા માર્ગદર્શન આપેલ તે બદલ આભાર માન્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવા માટે શ્રી ગૌડ માળવીય યુવા બ્રહ્મસમાજના યુવા પ્રમુખ નિરજભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ મીતભાઈ ભટ્ટ, દિલીપભાઈ જાની, ભાવેશભાઈ જોષી, પિયુષભાઈ ભટ્ટ, વિવેકભાઈ જોષી, વિશાલભાઈ ઉપાધ્યાય, પંકજભાઈ મહેતા, પાર્થભાઈ વ્યાસ, મંથનભાઈ ઠાકર વગેરે એ જહેમત ઉઠાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here