નવસારીમાં બીમારીનાં કારણે ફલેટમાં બંધ વૃધ્ધને અપાવાઇ સારવાર

નવસારીમાં બીમારીનાં કારણે ફલેટમાં બંધ વૃધ્ધને અપાવાઇ સારવાર
નવસારીમાં બીમારીનાં કારણે ફલેટમાં બંધ વૃધ્ધને અપાવાઇ સારવાર
નવસારી પોલીસની કામગીરી હાલ સોશિયલ મીડિયામાં ચમકી છે સામાન્ય નાગરીક પણ પોલીસની કામગીરીનો દીવાનો બન્યો છે. સામાન્ય રીતે પોલીસનું નામ આવતા જ લોકોને ડર લાગતો હોઈ હોઈ છે પોલીસને લોકો આક્રમક મિજાજ ધરાવનાર વિભાગ તરીકે જુએ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ ક્યારેક મજબૂરી વશ કડક પગલાં લેવાની ફરજ પડે છે જેને કારણે સમાજ અને પોલીસ વચ્ચે એક પ્રકારની દૂરી બની જતી હોઈ છે પરંતુ પોલીસના કોમળ હૃદય અને માનવતાભર્યું વલણ અપનાવતા બનાવ પણ ઓછા નથી. એવું જ કંઈક નવસારીના જયશંકર પાર્ટી પ્લોટ પાસે આવેલા રાશિ રત્ન એપાર્ટમેન્ટમાં બન્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જ્યાં પોલીસે બીમારીને કારણે છેલ્લા દસ દિવસથી પોતાના ફ્લેટમાં બંધ વૃદ્ધને જીવન દાન આપી સારવાર અપાવી હતી.રાશિ રત્ન એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણભાઇ માયાવંશી બીમાર હોવાથી છેલ્લા દસ દિવસથી પોતાના ફ્લેટનો દરવાજો ન ખોલી શકતા એક રૂમમાં બંધ પડ્યા હતા. જેને લઈને કોઈક સ્થાનિક દ્વારા 100 નંબર પર કોલ કરીને આ સમગ્ર માહિતી પોલીસને આપતાં પોલીસ સમયસુચકતા વાપરીને તાત્કાલિક ફ્લેટ પર ધસી ગઈ હતી.

Read About Weather here

તેમજ લાંબા સમય સુધી અંદરથી અવાજ ના આવતાં પોલીસે દરવાજો તોડવાનો નિર્ણય કરતાં અંદર જઈને જોતાં વૃદ્ધ અંતિમ શ્ર્વાસ લઇ રહ્યા હતાતાત્કાલિક પોલીસ કર્મીઓ દ્વારા 108 બોલાવીને વૃદ્ધને સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતાં વૃદ્ધનો જીવ બચી ગયો હતો. પોલીસે ગંભીરતા દાખવીને તાત્કાલિક વૃદ્ધનો જીવ બચાવતાં પોલીસ 65 વર્ષીય પ્રવીણભાઈ માયાવંશી માટે જીવનદાન લઈ આવનારી દૂત સાબિત થઈ હતી.આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે અને ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઇ શાર્દુલ ભુવા, હેડ કોન્સ. ઘુઘભાઈ, પી.સી.આર. ઇન્ચાર્જ રાકેશભાઈ દ્વારા થયેલી માનવીય અભિગમની કામગીરીની ચારેકોર પ્રશંસા થઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here